સુરત : છેડતી કરનાર રોમિયાનો યુવતીએ ચંપલે-ચંપલે ધોઈ નાખ્યો, માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

0
3

શહેરમાં આવેલી સિંગણપોર શાકમાર્કેટ પાસે યુવતીની છેડતી કરનાર રોમિયોને જાહેરમાં મેથીપાક અપાયો હોવાનો વીડિયો વાઇરલ થયા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાને ગંદા ઇશારા કર્યા હોવાના આરોપસર યુવતીએ યુવકને ચંપલે-ચંપલે માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મહિલાને સ્થાનિકોએ સમજાવ્યા બાદ રોમિયોને જવા દેવામાં આવ્યો હતો. રોમિયોને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પોલીસે પણ અંદર ખાને તપાસ હાથ ધરી છે.

યુવતી માર મારતી રહી અને રોમિયો ફોન પર વાત કરતો નજરે પડે છે.
(યુવતી માર મારતી રહી અને રોમિયો ફોન પર વાત કરતો નજરે પડે છે.)

 

સરથાણામાં પણ મસ્કરી કરતા મહિલાએ યુવકને ધોઈ નાખ્યો હતો

ગત 28 સપ્ટેમ્બરના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં સવારમાં એક સ્થળ પર મજૂરી કામ માટે મોટા પ્રમાણમાં મજૂરો એકત્ર થયા હતા. આ મજૂરી માટે ઉભા રહેલા પુરૂષોમાંથી એક યુવાન મહિલાને મસ્કરી કરે છે. આ મસ્કરી સહન ન થતાં મહિલાની કમાન છટકે છે અને તે મજૂરોના ટોળા પાસે જઈને છેડતી કરનારા યુવકના ગળામાં રૂમાલ નાંખીને ઢસડીને એક બાજુએ લઈ જાય છે. ત્યાર બાદ મહિલા આ યુવકને બરાબરનો પાઠ ભણાવે છે. આ દરમિયાન તમાશાને તેડું ના હોય એ રીતે જ જોવા માટે ટોળું પણ એકત્ર થઈ જાય છે.

રોષે ભરાયેલા લોકોએ પણ રોમિયોને મેથીપાક ચખાડ્યો હતો.
(રોષે ભરાયેલા લોકોએ પણ રોમિયોને મેથીપાક ચખાડ્યો હતો.)