શેરબજારમાં ફરી રોનક આવી, સેન્સેક્સમાં 558 પોઈન્ટ ઉછાળો તો નિફ્ટી 11,300 પર બંધ

0
6

શેર બજાર માટે મંગળવાર મંગળકારી રહ્યો છે. સોમવારે માર્કેટ ઠંડુ રહ્યા બાદ આજે બજાર મજબૂતી સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેર વાળા સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ 558.22 અંક વધીને 38,492.95 પર બંધ રહ્યો છે. તો એનએસએઇનો નિફ્ટી પણ 169 અંકના વધારા સાથે 11,300 પર બંધ થયો. સવારે શેરબજાર મજબુત ખુલ્યું હતું. સેન્સેક્સ 117.45 પોઇન્ટ વધીને 38,052.18 પર રહ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ લીલા નિશાન સાથે કારોબાર શરૂ કર્યો હતો.

આજે સેન્સેક્સના 30 માંથી 25 શેર ગ્રીન માર્ક પર બંધ થયા છે, જ્યારે નિફ્ટી 50ના 42 શેરોમાં તેજી સાથે ટ્રેડિંગ બંધ રહ્યો છે. મંગળવારે અમેરિકાન ડોલર સામે રૂપિયો ફક્ત એક પૈસાના ઘટાડાને દર્શાવતા પહેલા ડોલર દીઠ રૂ,74.84ની આસપાસ બંધ રહ્યો. ઇન્ટરબેંક વિદેશી ચલણ વિનિમય બજારમાં રૂપિયામાં ભારે વધઘટ જોવા મળી હતી .