રોઝ ડે : જાણો કયા રંગના ગુલાબનો શું થાય છે અર્થ

0
122

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

વેલેન્ટાઇન વીક આજથી એટલે કે રોઝ ડે સાથે શરૂ થઈ રહ્યું છે. આ પ્રેમથી ભરેલા અઠવાડિયાનો પહેલો દિવસ રોઝ ડે તરીકે ઉજવાય છે. ગુલાબ કે જેને પ્રેમ વ્યક્ત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે, તે ફક્ત લાલ જ નહીં, પરંતુ ઘણા રંગોના હોય છે. દરેક રંગની લાગણી અલગ અલગ હોય છે. એટલે કે લાલ રોઝ પ્રેમનો હોય તેમ અન્ય રંગ અલગ અલગ લાગણી વ્યક્ત કરે છે. અલગ અલગ રંગના ગુલાબનો ઉપયોગ કરી તમે તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. તો ચાલો તમને આજે જણાવીએ કયા રંગના ગુલાબનો કેવો અર્થ થાય છે.

સફેદ ગુલાબ પરફેક્ટ પાર્ટનર છો

તમે કોઈના પ્રેમમાં છો? અથવા તો રોઝ ડેથી સંબંધોની શરૂઆત કરવા જઈ રહ્યો છો ? તો સફેદ ગુલાબ ગુલાબ શરુઆત કરવા માટે પરફેક્ટ છે. આ ગુલાબ શુદ્ધ પ્રેમ દર્શાવે છે અને તમારા માટે કોઈ વ્યક્તિ પરફેક્ટ પાર્ટનર છે તે વાત દર્શાવે છે.

ગુલાબી ગુલાબ: આભાર

જો તમે આભાર વ્યક્ત કરવા માંગતા હોય અને કહેવું હોય કે તેમણે તમારા જીવનમાં પ્રેમ ભરી તમને ભાગ્યશાળી બનાવ્યા છે તો ગુલાબી ગુલાબ આપવું. આ ગુલાબ સુખ, કૃતજ્ઞતા અને સંબંધની સુંદરતા દર્શાવે છે.

પીળું ગુલાબ: મિત્રો છીએ

પીળું ગુલાબએ મિત્રતાના સંબંધો અને તેના પ્રત્યેનો તમારો પ્રેમ દર્શાવવાની એક સારી રીત છે. તમે ગુલાબનો આ રંગ ફક્ત તમારા મિત્રને જ નહીં પરંતુ તમારી ગર્લફ્રેન્ડ અથવા પત્નીને પણ આપી શકો છો, જેથી તેઓ બતાવી શકો કે તે ફક્ત તમારા પ્રેમી જ નહીં પરંતુ સારા મિત્રો પણ છે.

ઓરંજ ગુલાબ: સંબંધ આગળ વધારવાની અનુમતી

ઓરેન્જ રોઝ એ સ્પષ્ટ કરે છે કે તમે બીજા પ્રત્યે ગંભીર છો અને એકબીજાના જીવનમાં જોડાવા માંગો છો. નારંગી રંગનો ગુલાબ એ સંબંધનો નામ આપવાની અનુમતી લેવા આપવામાં આવે છે.

બ્લુ રોઝ: ખૂબ જ ખાસ છો

આ ગુલાબ ખૂબ જ દુર્લભ છે, તેથી જ તેની સાથે જોડાયેલી લાગણી પણ ખાસ જ હોય ને…જ્યારે તમારે કોઈને કહેવું હોય કે તે તમારા માટે ખૂબ જ ખાસ છે ત્યારે આ રોઝ આપવું જોઈએ. આ રોઝ પત્નીને આપીને પણ તેનું મહત્વ દર્શાવી શકાય છે.

પીળા અને લાલ ગુલાબ: હું તમને પસંદ કરું છું

જો તમને કોઇક ગમતું હોય અને તમે તેની સાથે સંબંધને આગળ વધારવા ઈચ્છતા હોય, તો તમે લાલ ટીપ્સ સાથે પીળો લાલ ગુલાબ મીક્ષ કરીને આપો. કોઈ વ્યક્તિ મિત્ર હોય અને તમને તેના માટે લાગણી થાય ત્યારે આ ગુલાબ આપવા જોઈએ.

સફેદ અને લાલ ગુલાબ: તમારું સર્વસ્વ હોય તેના માટે

તમારા જીવન માટે જો કોઈ વ્યક્તિ વિશેષ હોય અને તમારા મનમાં તેના માટે સમર્પણની લાગણી હોય તો તેને આ ગુલાબ આપવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here