Monday, January 24, 2022
Homeસ્ટ્રેસ, સ્કિન પર ડાઘ અને ઇજાથી રાહત મેળવવા રોઝ ઓઇલ મદદરૂપ
Array

સ્ટ્રેસ, સ્કિન પર ડાઘ અને ઇજાથી રાહત મેળવવા રોઝ ઓઇલ મદદરૂપ

સામાન્ય રીતે ગુલાબનો ઉપયોગ સુગંધ અને સુંદરતા માટે કરવામાં આવે છે. યુનાની પદ્ધતિમાં તેને મુસરે કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં ગુલાબનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવા માટે વર્ષોથી કરવામાં આવે છે. ગુલાબની પાંદડીઓ જ નહીં પણ તેના તેલનો ઉપયોગ પણ ઘણી સારવાર માટે કરવામાં આવે છે. તેનું તેલ સ્ટ્રેસ દૂર કરવા અને શરીરના સોજા ઘટાડવા માટે પણ થાય છે.

ગુલાબનાં તેલના ઉપયોગ

આ એન્ટિસેપ્ટિક અને એન્ટિડિપ્રેસન્ટ તરીકે કામ કરે છે. એન્ટિઈમફ્લેમેટ્રી હોવાને લીધે તે સોજા ઘટાડવાનું કામ કરે છે. આ ઉપરાંત તેમાં વિટામિન C ,B2 અને E હોય છે. સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં હોવ તો તેની સ્મેલ લો. રૂની મદદથી ગળા પર, કાંડુ અમે છાતી પર લગાવો. બાથટબમાં નવશેકું પાણી લો અને તેમાં 10 ટીપા નાખો. આ પાણીથી સ્નાન કરી લો.

ગુલાબ તેલ આ રીતે તૈયાર થાય છે

ઔષધિ રૂપે ઉપયોગમાં લેવાતું ગુલાબનું તેલ ખાસ પ્રકારના ગુલાબના ફૂલમાંથી બનાવવામાં આવે છે. આ ફૂલનું નામ છે, ડમસ્કસ ગુલાબ. આ ગુલાબમાં વધારે સુગંધ હોય છે. અરોમા થેરપીમાં પણ તેનો ઉપયોગ થાય છે. ગુલાબની તાજી પાંદડીઓમાંથી સ્ટીમ પ્રોસેસની મદદથી તેલ બને છે.

આ તકલીફમાં ગુલાબનું તેલ અસરકારક છે:

સ્ટ્રેસ: આ ખુશ રાખતું હોર્મોન રિલીઝ કરે છે

એન્ટિડિપ્રેસન્ટ ગુણને લીધે તે મગજને શાંત રાખી સ્ટ્રેસ દૂર કરે છે. આ તેલથી થતી અરોમા થેરપી પોઝિટિવ વિચારોની સાથે ખુશી વધારતું હોર્મોન જેમ કે એન્ડોર્ફિન, ડોપામાઈન અને સેરેટોનિન રિલીઝ કરવામાં મદદ કરે છે.

સંક્ર્મણ: ઘામાં રાહત આપે છે

સ્કિન પર બહારના ભાગે કોઈ પણ ઇજામાં કે સંક્ર્મણ દૂર કરવામાં ગુલાબનું તેલ અસરકારક છે. યુનાની પદ્ધતિમાં સ્કિન માટે તેનો ઉપયોગ થતો હતો.

પ્યોરિફાયર: રોઝ ઓઇલ બ્લડ સાફ કરે છે

ગુલાબનું તેલ હેમોસ્ટેટિક ડ્રગની જેમ કામ કરે છે જે અનિયંત્રિત બ્લડ ફ્લો રોકે છે. ઇજા કે પીરિયડ્સ દરમિયાન વધારે બ્લીડિંગ થતું હોય તેના માટે આ ફાયદાકારક છે. તે બ્લડ સાફ કરવામાં પણ મદદ કરે છે.

ડાઘ દૂર કરે છે

ચહેરા કે શરીરના કોઈ પણ ભાગે ઇજા થયા બાદ તેના નિશાન રહી જાય છે. તેવામાં રોઝ ઓઇલનો રેગ્યુલર ઉપયોગ કરવામાં આવે તો ધીમે-ધીમે ડાઘ આછા થઇ જાય છે. મહિલાઓમાં ડિલિવરી પછી શરીર પર પડતા સ્ટ્રેચ માર્ક્સ પણ દૂર કરવામાં ફાયદાકરક છે.

પેટનો દુખાવો અને નસની તકલીફમાં ઉપયોગી

તેમાં હાજર એન્ટિસ્પાસ્મૉડિકે તત્ત્વ નસ અને માંસપેશીઓમાં થતા ખેંચાણમાં રાહત આપે છે. પેટના દુખાવા માટે પણ લાભદાયક છે. નસને મજબૂત કરવામાં ગુલાબનું તેલ ટૉનિક તરીકે કામ કરે છે. તેના રેગ્યુલર ઉપયોગથી નસ અને માસપેશીઓની કોશિકાઓ એક્ટિવ થઇ મજબૂત બને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular