- Advertisement -
શરણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં રોટરી સાથે સંકલિત વિવિધ કલબોના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, અને બોર્ડ મેમ્બરોએ વર્ષ 2019/20 માટે શપથ લીધા હતા અને પદગ્રહણ કર્યું હતું.
રોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ તરીકે અરવિંદભાઈ પટેલ, સેક્રેટરી મહિપાલસિંહ જાડેજા, ઇનર વિલ કલબમાં મીનાબેન સોલંકી, સેક્રેટરી ડો. કૃપાલી ત્રિવેદી, રોટરેક્ટ ક્લબમાં પ્રેસિડેન્ટ ડો. હર્ષદ લોરીયા, સેક્રેટરી સન્ની ત્રિવેદી, આર.સી.સી. સિનિયર સીટીઝન કલબમાં ગગજીભાઈ પરમાર, સેક્રેટરી બનેસંગભાઈ સોલંકી, ઇન્ટરેક્ટ કલબમાં પ્રેસિડેન્ટ જયરાજસિંહ રાણા, સેક્રેટરી કેવલ દવે, અરલીએક્ટ ક્લબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલમાં વૃંદા કંસારા, સેક્રેટરી પૂનમ વાઘેલા, રોટરેક્ટ ચરાડવા માં પ્રેસિડેન્ટ યોગેશ જાદવ, સેક્રેટરી પુનિત ઠક્કર, આર. સી.સી. રણમલપુરમાં પ્રેસિડેન્ટ વિનોદભાઈ લો, સેક્રેટરી સુરેશભાઈ વરમોરા ની વરણી કરવામાં આવી હતી.
રોટરીની સેવાકીય પ્રવૃત્તિ ને વધુ વેગ મળે અને અગરીયાનો વિસ્તારમાં સારી રીતે કામ કરી શકાય એવા હેતુથી ટીકર ગામમાં આર. સી.સી.ક્લબ ઓફ ટીકર ની 25 સભ્યોની સ્થાપના કરવામાં આવી. જેમાં પ્રેસિડેન્ટ તરીકે રમેશભાઈ સીતાપરા અને સેક્રેટરીમાં મહેન્દ્રભાઈ દેથરીયા ની વરણી કરવામાં આવી હતી.
આ સમારોહમાં ભરૂચથી ખાસ ઉપસ્થિત પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર પરાગ શેઠ અને આસી. ગવર્નર ડો. અશ્વિન ગઢવી દ્વારા દરેક કલબના હોદ્દેદારોને શપથ લેવડાવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડોક્ટરો, એન્જીનીયરો, વકીલો, ચાર્ટડ એકાઉન્ટન્ટો, ઉદ્યોગકારો, બિલ્ડરો, બિઝનેસમેનો, અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પત્રકાર મિત્રો તેમજ વઢવાણ, વઢવાણ મેટ્રો, રોટરેક્ટ વઢવાણ, સુરેન્દ્રનગર, ધાગધ્રા, થાનગઢ, મોરબી કલબના હોદેદારો અને રોટરીયનો હાજર રહ્યા હતા.
આ આખા સમારોહનું એન્કરિંગ નરેશભાઈ રાવલ અને સંચાલન રાજેન્દ્રસિંહ રાણાએ કર્યું હતું.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી