Home ગાંધીનગર  ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં અલ્પેશ ઠાકોરને સ્થાન મળ્યું, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ...

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં અલ્પેશ ઠાકોરને સ્થાન મળ્યું, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું પત્તુ કપાયું

0
1

ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષપલટો કરતાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર કરવા માટે 30 સ્ટાર પ્રચારકોની એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર થયા બાદ રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે. કોંગ્રેસમાં જેમ કાર્યકર્તાઓમાં અસંતોસ અને જૂથવાદની ચર્ચાઓ જગજાહેર છે. ત્યારે ભાજપમાં પણ આ યાદીને જોતાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. યાદીમાં નજર કરીએ તો સૌ પ્રથમ નામ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્થાને ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું છે. તે ઉપરાંત અલ્પેશ ઠાકોરને આ યાદીમાં સ્થાન મળ્યું છે પરંતુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને આ યાદીમાં સ્થાન નહીં મળતાં તેમનું સ્ટાર પ્રચારકોમાંથી પત્તુ કપાયું હોવાની ચર્ચાઓએ પણ રાજકીય બજાર ગરમ કર્યું છે.

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી
(ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી)

 

ભાજપના આગેવાનો વિધાનસભાની સીટ પર પ્રવાસ યોજશે

આગામી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભમાં 17થી 19 ઓક્ટોબર દરમ્યાન ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિત વિધાનસભા સીટના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જઓનો સંગઠનાત્મક પ્રવાસ યોજાશે.આ સંગઠનાત્મક પ્રવાસ અન્વયે શનિવારે કચ્છના અબડાસા ખાતે સવારે 10 કલાકે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી ઉપસ્થિત રહી સંગઠનાત્મક માર્ગદર્શન આપશે.

જ્યારે 18 ઓક્ટોબરના રોજ કરજણ ખાતે સવારે 10:00 કલાકે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ તથા મોરબી ખાતે સવારે 10:00 કલાકે અને લીંબડી ખાતે સાંજે 5:00 કલાકે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તથા પૂર્વ મંત્રી શંકર ચૌધરી ઉપસ્થિત રહી ચૂંટણી વ્યવસ્થાપન અને સંગઠનાત્મક બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપશે.આ ઉપરાંત 19 ઓક્ટોબરના રોજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ ડાંગ ખાતે સવારે 10:00 કલાકે અને કપરાડા ખાતે સાંજે 4 કલાકે તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી ધારી ખાતે સવારે 10:00 કલાકે અને ગઢડા ખાતે સાંજે 6 કલાકે ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપશે.

Live Scores Powered by Cn24news