IPL 2020 : RCB vs CSK : રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ટોસ જીતીને બેટિંગ લીધી, ગ્રીન જર્સીમાં રમશે RCBની ટીમ

0
0

IPL 2020ની 44મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ દુબઈ ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ વિરુદ્ધ ટોસ જીતીને બેટિંગ લીધી છે. બેંગલોરે પોતાની પ્લેઈંગ-11માં 1 ફેરફાર કર્યો છે. ઇસુરુ ઉદાનાની જગ્યાએ મોઇન અલીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ચેન્નાઈએ પોતાની ટીમમાં 2 બદલાવ કર્યા છે. મિચેલ સેન્ટનર અને મોનુ કુમારને શાર્દુલ ઠાકુર અને જોશ હેઝલવુડની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે.

બેંગલોરની પ્લેઈંગ-11: દેવદત્ત પડિક્કલ, આરોન ફિન્ચ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), મોઇન અલી, ગુરકિરત સિંહ માન, ક્રિસ મોરિસ, વી. સુંદર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ.

ચેન્નાઈની પ્લેઈંગ-11: ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસીસ, અંબાતી રાયુડુ, એન. જગદીશન, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, સેમ કરન, દિપક ચહર, ઇમરાન તાહિર અને મોનુ કુમાર

બેંગલોર પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવાના હેતુથી ગ્રીન જર્સીમાં આજની મેચ રમશે. બેંગલોરની ફ્રેન્ચાઈઝ 2011થી દર વર્ષે ગ્રીન જર્સી પહેરીને ગો ગ્રીનનો મેસેજ આપી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here