Thursday, August 5, 2021
HomeIPL 2020 : RCB vs KXIP : રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઇલેવન...
Array

IPL 2020 : RCB vs KXIP : રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ જીતીને બેટિંગ લીધી

IPL 2020ની 31મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે શારજાહ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. બેંગલોરે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. પંજાબે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેલ સીઝનમાં પહેલીવાર જોવા મળશે, તેમજ તેની સાથે એમ. અશ્વિન અને દિપક હુડાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મંદીપ સિંહ, મુજિબ ઉર રહેમાન અને પ્રંભસિમરન સિંહને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

 

 

બેંગલોરની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કપ્તાન), એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, ક્રિસ મોરિસ, સુંદર, ઇસુરુ ઉદાના,મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલ

​​​​​​​પંજાબની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દિપક હુડા, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, એમ અશ્વિન, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ

વિરાટ IPLમાં એક ટીમ માટે 200 મેચ રમનાર પહેલો પ્લેયર બન્યો

પંજાબ સામે રમીને કોહલી IPLના ઇતિહાસમાં કોઈ ટીમ માટે 200 મેચ રમનાર પ્રથમ પ્લેયર બન્યો છે. તે બેંગલોર માટે IPLમાં 185 અને ચેમ્પિયન્સ લીગ T-20માં 15 મેચ રમ્યો છે. કોહલી બેંગલોર સાથે જોડાયા બાદ માત્ર 4 જ મેચમાં પ્લેઈંગ-11નો ભાગ રહ્યો નથી. એક વખત 2008માં અને ત્રણ વખત 2017માં તે પ્લેઈંગ-11નો ભાગ નહોતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments