RCB vs KXIP : રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ જીતીને બોલિંગ લીધી

0
28

IPLની 13મી સીઝનની છઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કપ્તાન વિરાટ કોહલીએ કિંગ્સ ઈલેવન પંજાબ સામે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લી 4 મેચથી બેંગલોર પંજાબ સામે અપરાજિત છે. દુબઈમાં બંને ટીમો વચ્ચે એક મેચ રમાઈ છે, જેમાં પંજાબને જીત મળી હતી. આ સીઝનમાં પંજાબે પ્રથમ મેચ દિલ્હી સામે રમી હતી, જેને સુપર ઓવરમાં દિલ્હીએ જીતી હતી. જ્યારે બેંગલોરે તેની પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 10 રને હરાવ્યું હતું.

કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર
RCBમાં વિરાટ કોહલી સિવાય એબી ડિવિલિયર્સ અને અરોન ફિંચ જેવા જાણીતા બોલર છે. ઓલરાઉન્ડરમાં ટીમની પાસે ક્રિસ મોરિસ, મોઈન અલી અને વોશિંગ્ટન સુંદર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં RCBના યુજવેન્દ્ર ચહલ સિવાય ઉમેશ યાદવ અને નવદીપ સૈની મજબૂતી આપશે. કોહલી IPLમાં સૌથી વધુ 5412 રન બનાવનાર પ્લેયર પણ છે.

યુવા ખેલાડી દેવદત્ત પડિક્કલ અને રવિ બિશ્નોઈ પર રહેશે નજર
ગત મેચમાં RCBએ એરાન ફિંચની સાથે યુવા પ્લેયર દેવદત્ત પડિક્કલને તક આપી હતી. પડિક્કલે ટીમ મેનેજમેન્ટને નિરાશ ન કર્યા અને ડેબ્યુ મેચમાં જ તેમણે શાનદાર ફિફ્ટી લગાવી. પંજાબમાં રવિ બિશ્નોઈ પર પણ નજર રહેશે, જેમણે દિલ્હીની સામેની પોતાના પ્રથમ મેચમાં 4 ઓવરમાં માત્ર 22 રન આપીને એક વિકેટ લીધી હતી.

આ બે રેકોર્ડ પર રહેશે નજર

  • પંજાબના કેપ્ટન લોકેશ રાહુલ આ મેચમાં 2 રન કરશે એટલે IPLમાં તેના 2 હજાર રન પૂરા થશે.
  • RCBના ડેલ સ્ટેન 3 વિકેટ લેતાં જ IPLમાં 100 વિકેટ લેનારો 15મો બોલર હશે.

બંને ટીમના મોંઘા ખેલાડી
RCBમાં કેપ્ટન કોહલી સૌથી મોંઘા ખેલાડી છે. ટીમ તેમને એક સીઝનના 17 કરોડ રૂપિયા આપશે. એ પછી ટીમમાં એબી ડિવિલિયર્સનું નામ છે, જેમને આ સીઝનમાં 11 કરોડ રૂપિયા મળશે. પંજાબના કેપ્ટન લોકેશ રાહુલ 11 કરોડ અને ગ્લેન મેક્સવેલ 10.75 કરોડ રૂપિયા કિંમતના સાથે સૌથી મોંઘા પ્લેયર છે.

હેડ-ટુ-હેડ
પંજાબ અને બેંગલોરની વચ્ચે IPLમાં બરાબરીની ટક્કર છે. બંનેની વચ્ચે અત્યારસુધીમાં 24 મેચ રમાઈ છે. બંનેએ 12-12 મેચ જીતી છે. અગાઉની બે સીઝનમાં બેંગલોરની સામે પંજાબ જીત શકી ન હતી.

પિચ અને વેધર રિપોર્ટ
દુબઈમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તાપમાન 27થી 41 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શકયતા છે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે. અહીં સ્લો વિકેટ હોવાના કારણે સ્પિનર્સને પણ ઘણી મદદ મળશે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. IPLની અગાઉની અહીં રમાયેલી 61 T-20માં પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીતનો સક્સેસ રેટ 55.74 ટકા રહ્યો છે. જોકે આ વખતે પંજાબ અને દિલ્હીની મેચ આ મેદાન પર રમાઈ હતી, જેમાં દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરીને સુપર ઓવરમાં જીત પ્રાપ્ત કરી હતી.

  • આ મેદાન પર રમાયેલી કુલ T-20: 61
  • પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતીઃ 34
  • પ્રથમ બોલિંગ કરનારી ટીમ જીતીઃ 26
  • પ્રથમ ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 144
  • બીજી ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 122

IPLમાં RCBનો સક્સેસ રેટ 47.75 ટકા, એ પંજાબથી વધુ
IPLમાં RCBનો સક્સેસ રેટ 47.75 ટકા છે. તેણે લીગમાં અત્યાર સુધીમાં 182 મેચ રમી છે, જેમાંથી તેણે 87 મેચમાં જીત પ્રાપ્ત થઈ છે અને 95માં હારનો સામનો કરવો પડ્યો. જ્યારે 4 મેચમાં કોઈ રિઝલ્ટ આવ્યું નથી. પંજાબનો સક્સેસ રેટ 46.04 ટકા છે. પંજાબે અત્યારસુધીમાં કુલ 177 મેચ રમી છે, જેમાંથી તેને 82માં જીત અને 95માં હાર મળી છે.

બેંગલોર અને પંજાબ બંને ચેમ્પિયન બની શકી નથી
RCBએ 2009માં અનિલ કુંબલે અને 2011માં ડેનિયલ વિટોરીની કેપ્ટનશિપમાં ફાઈનલ રમી હતી. 2016માં વિરાટની કેપ્ટનશિપમાં પણ ટીમ ફાઈનલમાં પહોંચી. જોકે દરેક વખતે ટીમનું નસીબ ખરાબ રહ્યું છે, જ્યારે પંજાબે 2014માં ફાઈનલ રમી હતી. તેને કોલકાતાએ હરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here