રોયલ એન્ફિલ્ડે યલો, બ્લેક અને રેડ કલરમાં તેની મોસ્ટ અવેટેડ બાઇક મિટિઅર લોન્ચ કરી, પ્રારંભિક કિંમત 1.76 લાખ રૂપિયા

0
21

રોયલ એન્ફિલ્ડે તેની મોસ્ટ અવેટેડ બુલેટ મિટિયર 350 ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. તેની પ્રારંભિક કિંમત 1.76 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ગ્રાહક તેને ફાયરબોલ, સેટેલર ઇને સુપરનોવાના ત્રણ અલગ-અલગ વેરિઅન્ટમાં ખરીદી શકશે. તેમજ, તેમાં યલો, બ્લેક અને રેડ કલર ઓપ્શન મળશે. કંપનીએ લોન્ચિંગ સાથે તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે.

પહેલીવાર સ્માર્ટફોન કનેક્ટિવિટી

  • આ બુલેટમાં 349ccનું એર-કૂલ્ડ સિંગલ સિલિન્ડર BS6 કમ્પ્લાયન્ટ એન્જિન આપવામાં આવ્યું છે. તે 20.5hp પાવર અને 27Nm ટોર્ક જનરેટ કરી શકે છે. એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. કંપનીએ બુલેટમાં સ્માર્ટ કનેક્ટિવિટી આપી છે.
  • રાઇડર્સ રોયલ એન્ફિલ્ડ એપ્લિકેશનની મદદથી પોતાનો ફોન બાઇક સાથે કનેક્ટ કરીને કન્ટ્રોલ કરી શકશે. ફોનથી નેવિગેશનને કનેક્ટ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં જોઈ શકો છો. પ્રથમ વખત, આવી સુવિધા કંપની કોઈ બુલેટમાં આપી રહી છે.
  • મિટિયર 350માં ડિજિટલ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળશે, જેમાં રાઇડર ગિયર પોઝિશન, ઓડોમીટર, ફ્યુલ ગેજ, ટ્રિપ મીટર અને સર્વિસ રિમાઇન્ડર જેવાં ફીચર્સ મેળવી શકશે.
  • સેફ્ટી માટે તેમાં ડ્યુઅલ ચેનલ ABS, ટ્વીન શોક અબ્ઝોર્બ, LED DRLવાળો સર્ક્યુલર હેલોઝન હેડલેમ્પ, LED ટેલલેમ્પ અને 41mm ટેલિસ્કોપિક ફોર્ક્સ લાગ્યા છે. બુલેટ સીટ પણ બે લોકો પ્રમાણે કમ્ફર્ટેબલ છે. તેમાં બેકરેસ્ટ પણ આપવામાં આવી છે.
  • ઇન્ડિયન ઓટો માર્કેટમાં તેની ટક્કર H’Ness CB350 અને જાવા ટ્વીન સાથે થશે. હોન્ડા H’Ness CB350ની એક્સ શો રૂમ કિંમત આશરે 1.85 લાખ રૂપિયા છે અને જાવા ટ્વીનની એક્સ શો રૂમ કિંમત રૂ. 1.64 લાખ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here