રોયલ એન્ફિલ્ડની બાઇક હિમાલયનનું BS6 મોડેલ મોંઘું થયું, હવે ગ્રાહકે 1.89 લાખ રૂપિયા ચૂકવવા પડશે

0
8

દિલ્હી. રોયલ એન્ફિલ્ડે BS6 હિમાલયન બાઇકની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ જાન્યુઆરી 2020માં તેની આ ડવેન્ચર ટૂરર બાઇક લોન્ચ કરી હતી ત્યારે આ બાઇકની પ્રારંભિક કિંમત 1,86,811 રૂપિયા હતી. હવે લોન્ચિંગના ચાર મહિના પછી કંપનીએ તેના તમામ 6 કલર વેરિઅન્ટની કિંમત વધારી દીધી છે.

કલર વેરિઅન્ટ અનુસાર બાઇકની કિંમતમાં ભાવવધારો

  • ભાવવધારા પછી BS6 હિમાલયનના સ્નો વ્હાઇટ અને ગ્રેનાઇટ બ્લેક કલર મોડેલની કિંમત 1,89,565 રૂપિયા થઈ ગઈ છે. લોન્ચિંગ વખતે તેની એક્સ શો રૂં કિંમત 1.86.811 રૂપિયા હતી એટલે કે કિંમતમાં આશરે 2,754 રૂપિયાનો વધારો થયો છે.
  • એ જ રીતે સ્લીટ ગ્રે અને ગ્રાવેલ ગ્રે કલર વેરિઅન્ટની કિંમત વધારીને 1,89,565થી 1,92,318 રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે તેની કિંમતમાં પણ 2,753 રૂપિયાનો વધારો થયો છે.
  • તેમજ, બાઇકના લેક બ્લુ કલર અને રોક રેડ કલરની કિંમત લોન્ચિંગ વખતે 1,91,401 રૂપિયા હતી, જે હવે 1,94,154 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે 2,753 રૂપિયા વધારે. એટલે કે કહી શકાય કે કંપનીએ BS6 હિમાલયનની કિંમતમાં 2,753 રૂપિયા સુધીનો ભાવવધારો કર્યો છે.

એન્જિન ડિટેલ્સ

  • BS6 રોયલ એન્ફિલ્ડ હિમાલયનમાં 411ccનું સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 24.3hp પાવર અને 32Nm ટોર્ક જનરેટ કરે છે.
  • BS4 મોડેલની જેમ BS6 મોડેલમાં પણ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ આપવામાં આવી છે. નવાં મોડેલમાં સ્વિચબેલ ABS, હઝાર્ડ લેમ્પ્સ અને સારી બ્રેકિંગ સિસ્ટમ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here