અમદાવાદ : ધંધુકામાં ફરજ બજાવતા RPFના કોન્સ્ટેબલે શખ્સની અટકાયત કરી 1 લાખની લાંચ માગી, 50 હજારમાં ‘ડીલ’ નક્કી કરી, 30 હજાર લેવા જતા ઝડપાયો

0
0

બોગસ રેલવે ટીકિટ કૌભાંડમાં ધંધુકામાં RPFમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે એક શખ્સની અટકાયત કરી એક લાખની લાંચ માગી હતી. જોકે અટકાયત કરાયેલા શખ્સે રકઝક કરીને 50 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. આ 50 હજાર રૂપિયામાંથી કોન્સ્ટેબલે 20 હજાર રૂપિયા લઇ લીધા હતા. પરંતુ બાકીના 30 હજાર રૂપિયા આપતા પહેલા ACBમાં ફરિયાદ કરી હતી. જેના પગલે ACBએ છટકું ગોઠવીને આરોપી કોન્સ્ટેબલ વિપુલ સોલંકી અને તેના વતી લાંચ લેવા આવનારની ધરપકડ કરવામાં આવી હતી.

કેસમાં સંડોવણી કરી 1 લાખની લાંચ માગી

યુવકે અમદાવાદ ACBમાં ફરિયાદ કરી હતી કે બોગસ રેવલે ટિકિટ કૌભાંડમાં ફસાવીને RPF ધંધુકા ચોકીના કોન્સ્ટેબલ વિપુલ નટવરભાઈ પટેલે મારા પિતાની અટકાયત કરી હતી અને 1 લાખ રૂપિયાની લાંચની માગ કરી હતી. જોકે બહુ જ રકઝક બાદ કોન્સ્ટેબલ 50 હજાર રૂપિયા લાંચ પેટે લેવા રાજી થયો હતો અને તેને 20 હજાર આપી દેવામાં આવ્યા હતા અને બાકીના 30 હજાર આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

કોન્સ્ટેબલે લાંચની રકમ લેવા એક શખ્સને મોકલ્યો અને તે ઝડપાઈ ગયો

કોન્સ્ટેબલે ફરિયાદીની પણ ગુનામાં સંડોવણી કરીને રૂબરૂમાં બોલાવી બાકીના 30 હજારની માગ કરી હતી. જોકે, લાંચની રકમ ફરિયાદી આપવા ન માગતો હોય ACBને જાણ કરી હતી. બાદમાં ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં કોન્સ્ટેબલ વિપુલ પટેલના કહેવાથી નાથુરામ ભુરારામ ગોમેતી નામના શખ્સે લાંચ સ્વીકારી હતી, જેને ઝડપી પાડ્યો હતો અને કોન્સ્ટેબલની પણ ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here