Thursday, March 28, 2024
Homeકોરોનાવાઈરસ : રૂ. 1500ની PPE કિટ રૂ. 480માં બની, સરકારને 10 હજાર...
Array

કોરોનાવાઈરસ : રૂ. 1500ની PPE કિટ રૂ. 480માં બની, સરકારને 10 હજાર કિટ અપાશે

- Advertisement -

રાજકોટ. રાજકોટમાં 1 લાખની કિંમતે વેન્ટિલેટર બનાવીને હેલ્થ ઈન્ડસ્ટ્રીમાં નવા આયામ ઊભા કર્યા છે. આ સિલસિલો હજુ આગળ વધ્યો છે અને 1500થી 2000માં મળતી પીપીઈ કિટ 480 રૂપિયામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જ્યોતિ સીએનસીએ તૈયાર કરી છે અને માત્ર 7 દિવસમાં 10,000 કિટનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને આ કિટ તૈયાર કરવામાં ઘણી મહેનત કરી છે.

આ કિટ ફક્ત 480 રૂપિયામાં અપાશે

ડો. તેજસ કરમટાના જણાવ્યા અનુસાર આ કિટ ઉચ્ચ ગુણવત્તાની છે તેમજ રાષ્ટ્રીય માનકોના તમામ ટેસ્ટમાં પાસ થઈ છે. સૌથી ઉચ્ચ મેડિકલ ગ્રેડના નોનવુવન મટિરિયલ કે જે નેશનલ લેબમાંથી પાસ થઈ છે તેમાંથી તૈયાર કરાઈ છે.  કિટ બનાવવામાં નહીં નફો નહીં નુકસાનનું ધોરણ રખાયું છે તેમજ સહયોગી 5 યુનિટોએ પણ માર્જિન નથી રાખ્યું જેથી 1500થી 2000માં મળતી આ કિટ ફક્ત 480 રૂપિયામાં અપાશે. રાજકોટમાં જ પ્રોડક્શન હાથ ધરીને 7 દિવસમાં 10,000 કિટ બનાવાશે અને સરકારને અપાશે ત્યારબાદ બીજા ફેઝમાં આઈએમએના તબીબ કે જે કોરોનામાં સેવા કરી રહ્યા છે તેમને આ કિટ અપાશે. કિટ તૈયાર કરવા માટે ટેક્નિકલ સપોર્ટ જ્યોતિ સીએનસીએ આપ્યો છે. કિટ ટેસ્ટમાં પાસ થતા આઈએમએની ટીમે આ કિટ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આપી હતી.

જાણો કિટમાં શું શું હોય છે

  • ફૂલ બોડી ગાઉન : 90 GSM પોલીપ્રોપીલિન મટિરિયલથી બનાવ્યું, માથાથી અંગૂઠા સુધી, એરફોર્સના પાઇલટ સૂટની જેમ એક જ ચેઇનથી પહેરવાનું
  • હેડ હૂડ : માથા પર પહેરવાની ટોપી જે ગાઉન મુજબના મટિરિયલથી બનાવાયું
  • પીવીસી ગાઉન : ગાઉન પરનું કવર જે PVC મટિરિયલનું છે.
  • માસ્ક : ટ્રિપલ લેયર ફેસ્ટ માસ્ક
  • ગોગલ્સ : પીવીસી મટિરિયલ અને ઝીરો પાવર ડિસ્પોઝેબલ
  • ગ્લોવ્ઝ : હેન્ડ ગ્લોવ્ઝ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular