Monday, December 5, 2022
Homeદેશભાજપના સાંસદ રવિ કિશન સાથે રૂપિયા 3.25 કરોડની છેતરપિંડી

ભાજપના સાંસદ રવિ કિશન સાથે રૂપિયા 3.25 કરોડની છેતરપિંડી

- Advertisement -

સાંસદના જનસંપર્ક અધિકારી પવન દુબેએ જણાવ્યું કે મુંબઈના એક બિઝનેસમેને સાંસદ રવિ કિશન સાથે 3.25 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ અંગે તેમણે કેન્ટ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસમાં દાખલ કરાયેલા રિપોર્ટ અનુસાર, વર્ષ 2012માં રવિ કિશને પૂર્વ મુંબઈમાં રહેતા જૈન જિતેન્દ્ર રમેશ નામની વ્યક્તિને 3.25 કરોડ રૂપિયા આપ્યા હતા.

જ્યારે તેઓએ જૈન જિતેન્દ્રને પૈસા પરત કરવાનું કહ્યું ત્યારે તેણે 34 લાખના 12 ચેક આપ્યા. આ ચેક વિલે પાર્લે, પીએમ રોડ, મુંબઈ ખાતે સ્થિત ટીજેએચડી સહકારી બેન્ક લિમિટેડના છે. જ્યારે સાંસદે સાત ડિસેમ્બર, 2021ના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ગોરખપુર સ્થિત બેન્ક રોડ શાખામાં 34 લાખનો ચેક જમા કરાવ્યો ત્યારે તે બાઉન્સ થયો હતો. સતત પૈસાની માગણી કરવા છતાં વેપારીએ કોઈ સંતોષકારક જવાબ ન આપતાં આખરે સાંસદ પોતે છેતરાયાની જાણ થતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરી છે.

ચેક બાઉન્સ થયા બાદ રવિ કિશન તેના પૈસા પાછા માગી રહ્યો છે, પરંતુ વેપારી ઉછીના લીધેલાં નાણાં પરત આપવા તૈયાર નથી. જેના કારણે રવિ કિશન માનસિક રીતે પરેશાન છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના પર કેન્ટ પોલીસ સ્ટેશને મુંબઈના વેપારી વિરુદ્ધ પૈસા પડાવી લેવાનો કેસ નોંધ્યો છે.

કેન્ટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર શશિભૂષણ રાયે જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. તપાસ અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલા સાંસદ કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના સિંઘરિયામાં રહેતા હતા, પરંતુ તાજેતરમાં તેઓ પ્લેનેટોરિયમ લેક વ્યૂ કોલોની સ્થિત ઘરમાં શિફ્ટ થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular