Monday, October 18, 2021
Homeદહેગામ : 2 ગાડીમાંથી રૂ.7.10 લાખનો દારૂ ઝબ્બે, રખિયાલ પોલીસે ઈંગ્લિશ દારૂના...
Array

દહેગામ : 2 ગાડીમાંથી રૂ.7.10 લાખનો દારૂ ઝબ્બે, રખિયાલ પોલીસે ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે 3ને ઝડપી ગુનો નોંધ્યો

દહેગામ તાલુકાની રખિયાલ પોલીસે રખિયાલ મોડાસા રોડ પર ભાદરોડા નજીકથી એક જ દિવસમાં ઇંગ્લિશ દારૂ ભરીને પસાર થતા 2 વાહનો ઝડપી લીધા હતા. જેમાં સવારના સમયે પસાર થઈ રહેલી ટાટા એસ જીપ ડાલામાંથી રૂ.67,544ની કિંમતની પ્રીમિયમ ક્વોલિટીની 77નંગ દારૂની બોટલો સાથે 2 વ્યક્તિઓને ઝડપ્યા હતા. જ્યારે સાંજના સમયે તેજ માર્ગ પરથી એટીએમ મશીનમાં કેશ લોડ કરવામાં ઉપયોગમાં લેવાતી બંધ બોડી ટેમ્પો ટ્રાવેલ્સમાંથી રૂ.6,43,200ની કિંમતની 2064 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે 1ને ઝડપી લીધો હતો.

રેન્જ આઈજી અભય ચૂડાસમા, જિલ્લા પોલીસવડા મયુર ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક એમ.કે.રાણાના સીધા માર્ગદર્શન હેઠળ રખિયાલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એ.જે.શાહ પણ દારૂ ઝડપવા માટે સક્રિય થયા છે. ગુરુવારે સવારના સમયે રખિયાલ મોડાસા રોડ પર ભાદરોડા ચોકડી પાસે પીએસઆઈ એ.જે.શાહ હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ, મહેશ કુમાર, બાબુભાઈ,પોકો. જયેશકુમાર, અનુરાગ તેમજ સચિનકુમાર સાથે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે પીએસઆઈને બાતમીના આધારે એસ જીપ ડાલામાં ઇંગ્લિશ દારૂ ભરી પસાર થનાર છે આધારે વોટ સઘન બનાવી હતી તે દરમિયાન બાતમીવાળા નંબરનું ડાલુ આવતા તેને રોકયું હતું.

જેમાં ડ્રાઈવરના કેબીનમાં તપાસ કરતાં ડ્રાઇવરની સીટ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી રૂ.67,544ની કિંમતની પ્રીમિયમ ક્વોલિટીની 77 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસે દારૂ લઈને જઈ રહેલા અશોકજી કેશાજી ઝાલા (રહે. બારૈયાની મુવાડી,કુહા તા.દસક્રોઈ જિ.અમદાવાદ) તેમજ ચિરાગ જયંતિલાલ પટેલ(રહે-જગતનગર વિભાગ-2 ઇન્ડિયા કોલોની બાપુનગર અમદાવાદ)ને ઝડપી લીધા હતા. તેવી જ રીતે સાંજના સમયે વાહન ચેકિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે તેજ માર્ગ પરથી પસાર થઈ રહેલી બેંકોના એટીએમમાં કેશ લોડ કરવા માટે ઉપયોગમાં લેવાતી બંધ બોડીની ટેમ્પો ટ્રાવેલ્સ ગાડીમાં લઈ જવાતો રૂ.6,43,200ની કિંમતનો 2064 નંગ ઈંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે ડી.એલ.1એલ.પી 2788 નંબરની 2 નંબર પ્લેટ તેમજ મોબાઈલ સાથે વિજયસિંગ રામસિંગ વાલ્મિકી (રહે- બહાદુરગઢ, લોવાખુર્દ જિ.ઝજ્જર હરિયાણા)ને ઝડપી લેવાયો હતો.

ટેમ્પો ટ્રાવેલર્સની નંબર પ્લેટ ખોટી નીકળી

પોલીસની પ્રાથમિક તપાસમાં ટેમ્પો ટ્રાવેલર્સ પર ખોટા નંબર લગાવાયો છે. ખરેખર તો ટેમ્પો દિલ્હી પાસિંગનો છે, જેનો નંબર ગુજરાતમાં એન્ટર થતાં સમયે બદલાયો હોવાનું કહેવાય છે. સાથે જ બેંક એટીએમમાં પૈસા ભરવા માટે ઉપયોગમાં લેવાતા ગાડીઓ જેવો તેનો લૂક કરીને આગળ ઓન બેંક ડ્યુટી લખી દેવાયું છે જેને પગલે કોઈને શંકા ન જાય. ખોટી નંબર પ્લેટ અંગે રખિયાલ પોલીસે આરોપી સામે વધુ એક ગુનો નોંધાવી તજવીજ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments