રૂ. 200 કરોડ એકઠા કરવા એન્ટની વેસ્ટનો IPO 4થી માર્ચે ખુલશે

0
15

અમદાવાદ : ચોતરફ 2જી માર્ચથી ખુલનાર SBI કાર્ડના IPOની ચર્ચા થઈ રહી છે પરંતુ, SBI કાર્ડ સાથે સ્પર્ધા કરવા નાના કદની એક કંપની આ સમયગાળામાં IPO બહાર પાડવા જઈ રહી છે.

SBI કાર્ડનો આઈપીઓ સોમવારે ખુલશે અને ગુરૂવારે બંધ થશે એટલેકે 2જી માર્ચથી 5મી માર્ચ સુધી જાહેર ભરણું ખુલ્લું રહેશે, જેની સામે 4થી માર્ચે Antony Waste Handling Cell પણ 200 કરોડ એકઠા કરવા બજારમાં ઉતરશે.

એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલનો રૂ. 200 કરોડનો IPO 4થી માર્ચ ખુલશે. 200 કરોડમાંથી કંપનીના પ્રમોટર 171 કરોડના શેર OFSમાં વેચશે અને અંદાજે 35 કરોડના નવા શેર કંપની IPO સમયે ઈશ્યુ કરશે.

આઈપીઓની પ્રાઈસ બેન્ડ રૂ. 295-300 નક્કી કરવામાં આવી છે. આઈપીઓ ભાવથી જોઈએ તો કંપનીની કુલ વેલ્યુ 800 કરોડની આસપાસ આંકવામાં આવી રહી છે.

કોરોનાના કેરને કારણે અને વધુ પ્રત્યક્ષ પ્રતિસાદને કારણે SBI કાર્ડૅના IPOમાં ગ્રે માર્કેટમાં કોઈ ખાસ હલચલ નથી જોવા મળી રહી અને એન્ટની વેસ્ટ માટે પણ ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ નથી બોલાઈ રહ્યું.

ગ્રે માર્કેટના ભાવ મુજબ SBI કાર્ડના IPOના લિસ્ટિંગ સમયે અંદાજે 40-45% નફો મળવાની સંભાવના છે તેથી કોઈ ખાસ કામકાજ ગ્રે માર્કેટમાં નથી જોવા મળી રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here