Friday, March 29, 2024
Homeરૂ. 1285 કરોડના બેંક ડિફોલ્ટ કેસમાં ગોલ્ડન જ્યુબિલી હોટેલ્સના ડાયરેક્ટર સામે કેસ...
Array

રૂ. 1285 કરોડના બેંક ડિફોલ્ટ કેસમાં ગોલ્ડન જ્યુબિલી હોટેલ્સના ડાયરેક્ટર સામે કેસ દાખલ

- Advertisement -

સીબીઆઇએ બેંક ઓફ બરોડાના નેતૃત્ત્વવાળા સાત બેંકોના જૂથ સાથે 1285 કરોડ રૂપિયાના લોન ડિફોલ્ટના સંબધમાં ગોલ્ડન જ્યુબિલી હોટેલ્સના ડાયરેક્ટર અર્જુનસિંહ ઓબેરોય અને તેના સીઇઓ તથી મેનેજિંગ ડાયરેક્ટર લક્ષ્મી નારાયણ શર્મા સામે કેસ દાખલ કર્યો છે.

સીબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસના સંબધમાં હૈદરાબાદ અને દિલ્હીમાં ત્રણ સૃથળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ઓબેરોયનો નિવાસસૃથાન પણ સામેલ હતો. ઓબેરોય ઇઆઇએચ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર પણ છે.

આ કંપનીની વેબસાઇટ અનુસાર તેના દ્વારા ઓબેરોય, ટ્રાઇડેન્ટ અને મેડન્સ જેવી હોટેલ ચેઇન ચલાવવામાં આવે છે. ઓબેરોય ગુ્રપના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હમણા જ અમને એફઆઇઆરની કોપી મળી છે અને અમે આ એફઆઇઆરની સમીક્ષા કરી રહ્યાં છે.

સીબીઆઇએ એફઆઇઆરમાં ઓબેરોય અને લક્ષ્મી નારાયણ શર્મૈા ઉપરાંત નેહા ગંભીર અને યશદીપ શર્માના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. આ તમામની વિરૂદ્ધ ઇન્ડિયન પીનલ કોડ(આઇપીસી)ની ગુનાહિત કાવતરા સાથે સંકળાયેલી જોગવાઇઓ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જોગવાઇઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સીબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર ગોલ્ડન જ્યુબિલી હોટેલ્સે વર્ષ 2009થી 2015 દરમિયાન 728 કરોડ રૂપિયાની ક્રેડિટ સુવિધાનો લાભ લીધો હતો. આ લાભ ટર્મ લોન અને બેંક ગેરંટી સ્વરૂપમાં લેવામાં આવ્યો હતો. આ લાભ બેંક ઓફ બરોડા ઉપરાંત કોર્પોરેશન બેંક, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સિંડીકેટ બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર પાસેથી લેવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular