રિપોર્ટ : રૂ. 54.8 હજાર કરોડ સંપતિ સાથે રોશની નાડર દેશની સૌથી અમીર મહિલા, એલેમ્બિક ફાર્માના મલિકા ચિરાયુ અમીન ગુજરાતની સૌથી માલેતુજાર.

0
13

HCL ટેકનોલોજીસ ની ચેરપર્સન 38 વર્ષની રોશની નાડર મલ્હોત્રા સૌથી અમીર ભારતીય મહિલા છે. કોટક વેલ્થના સહયોગથી હુરુન ઈન્ડિયાએ એક સ્ટડી કરીને 100 સૌથી અમીર ભારતીય મહિલાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. કોટક વેલ્થના સહયોગથી હુરુન ઈન્ડિયાએ એક સ્ટડી કરીને 100 સૌથી અમીર ભારતીય મહિલાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ લિસ્ટમાં સામેલ મહિલાઓની કુલ સંપતિ 2.72 લાખ કરોડ રૂપિયા છે.

ટોપ-100 લિસ્ટમાં ગુજરાતની ત્રણ મહિલાઓ

આ યાદીમાં ગુજરાતની ત્રણ મહિલાઓ સામેલ છે. એલમ્બિક ફાર્માસ્યુટિકલ્સના મલિકા ચિરાયુ અમીન (રૂ. 7,570 કરોડની સંપત્તિ) કોટક વેલ્થ હુરૂન – લીડીંગ વેલ્ધી વુમન 2020 લીસ્ટમાં આઠમાં ક્રમે અને લીસ્ટમાં ગુજરાતમાંથી સૌથી શ્રીમંત મહિલા છે. એલ્ટ્રલ પોલી ટેકનીકના જાગૃતિ એન્જિનિયર (રૂ. 1,540 કરોડની સંપત્તિ) અને ગોપાલ સ્નેક્સના દક્ષાબેન હદવાણી (રૂ. 180 કરોડની સંપત્તિ) પણ લીસ્ટમાં સામેલ છે.

રોશનીની કુલ સંપતિ 54850 કરોડ રૂપિયા

રોશની નાડર મલ્હોત્રાની કુલ સંપતિ 54.8 કરોડ રૂપિયા છે. તેમને તાજેતરમાં જ HCL ટેક્નોલોજીસના ચેરપર્સન બનાવવામાં આવ્યા છે. આ લિસ્ટ પર બીજા નંબરે કિરણ મજૂમદાર-શોની કુલ સંપતિ 36.6 હજાર કરોડ રૂપિયાની છે.

આ છે 10 સૌથી અમીર ભારતીય મહિલાઓ

રેન્ક નામ કુલ સંપત્તિ(કરોડ રૂપિયા) કંપની શહેર
1 રોશની નાડર મલ્હોત્રા 54,850 HC ટેકનોલોજીસ નવી દિલ્હી
2 કિરણ મજૂમદાર-શો 36,600 બાયોકોન બેંગલુરુ
3 લીના ગાંધી તિવારી 21,340 USV મુંબઈ
4 નીલિમા મોટાપાર્ટી 18,620 દિવિસ લેબોરેટરીઝ હૈદરાબાદ
5 રાધા વેમ્બુ 11,590 જોહો ચેન્નાઈ
6 જયશ્રી ઉલ્લસ 10,220 અરિસ્ટા નેટવર્ક્સ સન ફ્રાન્સિસ્કો
7 રાનૂ મુંજાલ 8,690 હીરો ફિનકોર્પ નવી દિલ્હી
8 મલિકા ચિરાયુ અમિન 7,570 એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ વડોદરા
9 અનુ આગા એન્ડ મેહર પુદુમજી 5,850 થર્મેક્સ પુના
10 ફાલ્ગુની નાયર એન્ડ ફેમિલિ 5,410 નયકા(Nykaa) મુંબઈ

 

લિસ્ટમાં સામેલ મહિલાઓની સરેરાશ ઉંમર 53 વર્ષ

આ લિસ્ટમાં સામેલ 38 મહિલાઓની પાસે 1000 કરોડ રૂપિયા કે તેનાથી વધુ સંપતિ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લિસ્ટમાં સામેલ મહિલાઓની સરેરાશ આવક 53 વર્ષ છે.

28 વર્ષની ઉંમરમાં કંપનીની CEO બની હતી રોશની

રોશની નાડર મલ્હોત્રા HCL કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ અને CEO રહી ચૂકી છે. તે માત્ર 28 વર્ષની ઉંમરમાં કંપનીના CEO બન્યા હતા. તેની સાથે જ HCL ટેકનોલોજીસના બોર્ડના વાઈસ ચેરપર્સન અને શિવ નાડર ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ રહ્યાં છે. રોશની નાડરનું નામ ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓના લિસ્ટમાં વર્ષ 2017થી 2019 સુધી સામેલ કરવામાં આવ્યું છે. 2019માં તે આ લિસ્ટમાં 54માં નંબરે હતી. વર્ષ 2019માં તે દેશની સૌથી અમીર મહિલા હતી.