RSS નેતા ઈન્દ્રેશ કુમારે આમિર, નસીરુદ્દીન અને સિદ્ધુને ગદ્દાર ગણાવ્યા

0
27

અલીગઢઃ RSS નેતા ઈન્દ્રેશ કુમારે પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિંદ્ધુ, અભિનેતા આમિરખાન અને નસીરુદ્દીન શાહ ની તુલના રાજા જયચંદ્ર અને મીર જાફર સાથે કરીને ત્રણેયને ગદ્દાર ગણાવ્યા છે.

દેશને કલામના પંથે ચાલનારા યુવાનોની જરૂર છે
  • અલીગઢમાં એક કાર્યક્રમ દરમિયાન ઈન્દ્રેશ કુમારે કહ્યું, ત્રણેય(સિંદ્ધુ, આમિર, શાહ) સારા અભિનેતા બની શકે છે. પરંતુ તેઓ દેશદ્રોહી હોવાથી સન્માનને લાયક નથી, આ તમામ મીર જાફર અને જયચંદ્ર જેવા છે.
  • કુમારે કહ્યું કે, ભારતને અજમલ કસાબ જેવા મુસ્લીમ યુવાઓની જરૂર નથી, ભારતને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ જેવા લોકોની જરૂર છે. દેશને કસાબ, યાકુબ અને ઈસરત જહાં જેવા મુસ્લીમો નહિ, પરંતુ કલામનાં રસ્તે ચાલનારા મુસ્લીમોની જરૂર છે.
  • RSS નેતાએ અયોધ્યા કેસની સુનાવણીમાં સમય લાગતા કોંગ્રેસ, ડાબેરીઓ અને અમુક જજોને જવાબદાર ગણાવ્યા હતા. ઈન્દ્રેશે કહ્યું કે, તમામ સંતો અને સાધુઓ કોંગ્રેસ, ડાબેરીઓની ઓફિસો અને એવા જજોનાં ઘરની બહાર ધરણાં પર બેસવું જોઈએ, જે આ કેસમાં સમય લગાવી રહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here