RSSના નેતાએ મુંબઇ પોલીસની એટીએસના પૂર્વ વડા હેમંત કરકરે વિશે એલફેલ વિધાન કર્યું

0
34

તા.1 ઓગસ્ટ 2019, ગુરૂવાર

મુંબઇ પોલીસની એટીએસ શાખાના વડા સદ્ગત હેમંત કરકરે વિશે હવે RSSના નેતા ઇંદ્રેશ કુમારે બેજવાબદાર વિધાન કરીને વિવાદ સર્જ્યો હતો.

ઇંદ્રેશ કુમારે ભોપાલમાં કહ્યું કે મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેને શહીદને અપાતું સન્માન તો આપી શકાય પરંતુ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર એમણે ગુજારેલા અત્યાચારને કદી માફ કર શકાય નહીં. તેમણે કહ્યું કે કરકરેએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સાથે કરેલા માનવતાવિહોણા વ્યવહાર પછી પણ સાધ્વીએ પોતે કરેલા નિવેદનને પોલિટિકલ દબાણના પગલે બદલ્યું એ બહુ મોટી વાત છે.

ઇંદ્રેશ કુમારે 2008-09ના સમયની કોંગ્રેસ સરકારની પણ આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે એટીએસ જેવી સંસ્થાનો દુરુવયોગ કરીને તત્કાલીન કોંગ્રેસ સરકારે ભગવા આતંકવાદના નામે મુસ્લિમોને રાજી કરવાનું તૂત આચર્યું હતું. કોંગ્રેસ સરકારના ઇશારે કરકરેએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર અત્યાચારો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here