RTGS ની સુવિધા 26 ઓગષ્ટથી શરૂ, પેમેન્ટનો સમય બદલાયો, જાણો

0
22

ભારતીય રિઝર્વ બેંકે  જણાવ્યું હતું કે, આરટીજીએસ દ્વારા મોટી રકમ ટ્રાન્સફર કરવાની સુવિધા 26 ઓગષ્ટથી સવારે 8 વાગ્યાની જગ્યાએ સવારે 7 વાગ્યે મળશે. હાલમાં ગ્રાહકોનાં વ્યવહારો માટે રીઅલ ટાઇમ ગ્રાસ સેટલમેન્ટ (આરટીજીએસ) સિસ્ટમ સવારે 8 થી સાંજનાં 6 વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે. બેંકો વચ્ચે વ્યવહાર સવારે 8 થી રાત્રે 7.45 સુધી ઉપલબ્ધ હોય છે.

આરબીઆઈએ નોટિફિકેશનમાં કહ્યું છે કે, આઈટીજીએસ સિસ્ટમની ઉપલબ્ધતા વધારવા માટે આરટીજીએસ કામગીરી માટેનો સમયગાળો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ગ્રાહકો અને બેંકો માટે આ સવારે 7 વાગ્યાથી પ્રારંભ થશે. આ વ્યવસ્થા 26 ઓગષ્ટથી લાગુ થશે. આ મહિનાની શરૂઆતમાં, આરબીઆઈએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવા માટે આ વર્ષનાં ડિસેમ્બરથી રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઇએફટી) દ્વારા 24 કલાક નાણાં મોકલવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, NEFT બીજા અને ચોથા શનિવારને છોડી ગ્રાહકો માટે સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. NEFT હેઠળ, જ્યા બે લાખ રૂપિયા સુધીની રકમ મોકલવામા આવે છે, ત્યા આ રકમ કરતા વધુ મોકલવા માટે આરટીજીએસનો ઉપયોગ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here