Sunday, September 19, 2021
HomeRTOમાં બે અધિકારીની લડાઇમાં નવા વાહનોના નંબર મળતાં બંધ
Array

RTOમાં બે અધિકારીની લડાઇમાં નવા વાહનોના નંબર મળતાં બંધ

અમદાવાદ: સુભાષબ્રિજ આરટીઓમાં છેલ્લા દસ દિવસથી અધિકારીઓ વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. જેના પરિણામે નવા વાહનોના નંબરો પડવાનું બંધ થઇ ગયું છે. બે અધિકારી વચ્ચેની લડાઇમાં ફોર્મ સહી ન થતાં ચૂંટણીમાં નંબરો વગરના વાહનો ફરશે તો અરજદારોને મુશ્કેલી પડશે. ચૂંટણીમાં નંબરો વગરના વાહનો ફરે નહીં તેની તકેદારી રાખવાની સૂચનાનું તંત્ર જ પાલન કરતું નથી.

ડીલરોના પ્રતિનિધિઓ કહે છે કે અરજદારો અમારી સાથે જેમફાવે તેવી ભાષામાં ઝઘડા કરે છે. લોકોના કામ થતા નથી એટલે કંટાળી ગયા છે. અધિકારીઓ વચ્ચેની લડાઇમાં ફોર્મ રોકવાની ક્યાં જરૂર પડે છે . આ અંગે ઉચ્ચઅધિકારીઓનું પણ ધ્યાન દોર્યું છે. આ અંગે સુભાષબ્રિજ આરટીઓ એસ.પી. મુનિયાએ કહ્યું કે, માર્ચમાં રિકવરીનું કામ વધુ છે. જેથી એઆરટીઓ ફિલ્ડવર્કમાં વધુ રહે છે. જેના કારણે નવા વાહનોમાં ઓછી સહીઓ થાય છે. આખો મહિનો કામગીરી ચાલશે. વહેલીતકે ઉકેલ લાવી દેવાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments