Friday, March 29, 2024
HomeRTO સર્કલ પાસે ટ્રાવેલ્સની બસના પાર્કિગમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 7 પકડાયા
Array

RTO સર્કલ પાસે ટ્રાવેલ્સની બસના પાર્કિગમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 7 પકડાયા

- Advertisement -

અમદાવાદ: આરટીઓ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસના પાર્કિંગમાં રાજસ્થાનની બસમાંથી પીસીબીએ રૂ. 1.30 લાખથી વધુનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપીઓ રાજસ્થાનથી લકઝરી બસમાં બનાવેલા સ્પેશિયલ ખાનામાં છૂપાવી દારૂ લાવતા હતા. પોલીસે કુલ સાત આરોપીની ધરપકડ કરી 16 લાખની મુદામાલ કબ્જે કર્યો હતો.

સવારે દારૂનું કટીંગ કરતા હતા: આજે વહેલી સવારે પીસીબીની ટીમને બાતમી મળી હતી કે આરટીઓ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસના પાર્કિગમાં રાજસ્થાનની બસમાં દારૂ લાવી અને લોડિંગ રિક્ષામાં અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે રેડ કરી ડ્રાઈવર, ક્લીનર સહિત કુલ સાત લોકોને ઝડપી પાડ્યા હતાં. દારૂ રિક્ષામાં ભરી અમદાવાદના શાહપુર, માધવપુરા સહિતના વિસ્તારોમાં સપ્લાય કરવાના હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular