Monday, October 18, 2021
HomeRTO STING : CN24NEWS ના કેમેરા માં કેદ RTO અધિકારીઓનો કૌભાંડ
Array

RTO STING : CN24NEWS ના કેમેરા માં કેદ RTO અધિકારીઓનો કૌભાંડ

મોડાસાની આર.ટી.ઓ કચેરી ખાતે એજન્ટ પ્રથા હોવાનો મોટા હડિંગ્સ તો લગાવી દીધા છે,, પરંતુ અધિકારીઓના નાક નીચે કામ કરતા એજન્ટ તેમને દેખાતા ન હોય તેવું લાગી રહ્યું છે. કચેરીના કંપાઉન્ડમાં જ કેટલાય એજન્ટ છે. જે ગ્રાહકો પાસેથી ફોર્મ ભરાવવાથી લઇને ઓનલાઈન પેમેન્ટના નાણાં વસૂલતા નજરે પડી રહ્યા છે.

RTO સ્ટિંગ વિડિઓ મોડાસા

 

 

 

મોડાસાની આર.ટીઓ. કચેરીના કંપાઉન્ડમાં અધિકારીઓને નાક નીચે દલાલો મનમાની કરતા હોવા છતાં પણ અધિકારી ઓ આંખ આડા કાન કરતા હોવાનું જાણવા મળ્યું છે.ઓનલાઇન પેમેન્ટ કે ફોર્મ ભરવા માટે દલાલો 100 થી  200 રૂપિયા ની વસૂલાત કરતા હોવાની ફરિયાદો મળતા મીડિયાએ અધિકારીનો સંપર્ક કર્યો હતો. મીડિયાએ આ સમગ્ર મામલે અધિકારીઓને સવાલ કરતા અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી પડતા હોય તેવું લાગી રહ્યું છે.  મોડાસા ની આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા બંધ હોવાના મોટા દાવાઓની પોલ  સામે આવી છે. અહીં મોટા બેનર લગાવી એજન્ટ પ્રથા બંધ હોવાનું તો દેખાઈ રહ્યું છે. પણ આરટીઓના કંપાઉન્ડમાં જ દલાલોનો રાફડો જોવા મળી રહ્યો છે,, અને અધિકારીનું કહેવું છે કે, મારી પાસે જો ફરિયાદ આવશે તો કાર્યવાહી કરીશું. પણ સવાલ એ છે કે, કંપાઉન્ડમાં ગાડીઓમાં બેસીને દલાલો કોના માટે કટકી કરી રહ્યા છે,, અને શું કટકીનો હિસ્સો અધિકારીઓ પાસે તો નહીં પહોંચતો હોય ને જ્યારે આ મામલે અધિકારીની મીડિયાએ સવાલ કર્યો તો, કંઇક છુપાવતા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે મીડિયા એ સવાલ કર્યો કે, આરટીઓ કચેરીના કંપાઉન્ડમાં દલાલોએ અડ્ડો જમાવ્યો હોય તો જવાબાર કોણ ત્યારે અધિકારીઓ દલાલોનો બચાવ કરતા હોય તેવો જવાબ આપીને છટકી પડ્યા કે જે-તે વ્યક્તિ જ જવાબદાર છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે, જો દલાલ જાતે જ જવાબદાર હોય તો, તમારું શું કામ છે,, સરકારી બાબું સરકારે એજન્ટ પ્રથા રદ્દ કરી છે, તેમ છતાં મોડાસાની આરટીઓ કચેરીમાં ગ્રાહકોએ દલાલોના ઓછાયા નીચે જ કામ કરાવવા મજબૂર થવું પડી રહ્યું છે, અને અધિકારીઓને ગ્રાહકોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં કોઇ જ રસ ન હોય તેવું લાગી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments