ફોટોગ્રાફર્સને ઈગ્નોર કરતાં રૂબીના ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું- ‘બિગ બોસ 14’ની ટ્રોફી જીત્યા બાદ અભિમાન આવી ગયું.

0
10

થોડાં દિવસ પહેલાં જ ‘બિગ બોસ 14’ની ટ્રોફી જીતનાર રૂબીના દિલૈક ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. એક્ટ્રેસ પોતાના એટીટ્યૂડને કારણે ટ્રોલ થઈ છે. હાલમાં જ રૂબીના મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે ફોટોગ્રાફર્સની અવગણના કરી હતી. આનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયો જોયા બાદ તેના વર્તન પર યુઝર્સ ખરુંખોટું સંભળાવી રહ્યાં છે. અનેક યુઝર્સે એવું કહ્યું હતું કે ‘બિગ બોસ’ની ટ્રોફી જીત્યા તે અભિમાની થઈ ગઈ છે.

આટલો એટીટ્યૂડ ક્યાં લઈને જઈશ

વાઇરલ વીડિયોમાં રૂબીનાને ફોટોગ્રાફર્સ સવાલ પૂછે છે. જોકે, એક્ટ્રેસ કોઈ જવાબ આપતી નથી અને બાય બોલીને એરપોર્ટની અંદર જતી રહે છે. આ વાઇરલ વીડિયોમાં એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘બિગ બોસ’ની ટ્રોફી જીત્યા બાદ રૂબીના અભિમાની બની ગઈ છે.

અન્ય એક યુઝરે કહ્યું હતું, ‘આવા પણ સેલેબ્સ પણ હોય છે, આવા લોકોની પાછળ કેમ ભાગો છો તમે? ઘમંડી તથા એટીટ્યૂડ વાળા લોકોને છોડો. રૂબીના ટ્રોફી જીતવી ડિઝર્વ કરતી નથી. એક યુઝરે કહ્યું હતું, ‘ક્યાં જશે આટલો એટીટ્યૂડ લઈને.’

રૂબીનાએ ફોટોગ્રાફર્સને અવગણ્યા તેનો વાઇરલ વીડિયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here