રાજકોટ : 11 ડિસેમ્બરે RUDAની બેઠક મળશે, 2019-20ના ખર્ચ અને 2021-21નું અંદાજપત્ર રજૂ કરાશે,

0
0

રાજકોટમાં આગામી 11 ડિસેમ્બરે RUDAની બેઠક મળશે. જેમાં 2019-20ના ખર્ચ અને 2020-21નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. આ બેઠકમાં AIIMS હોસ્પિટલને જોડતા રસ્તાના કામની ચર્ચા થશે. આ સાથે જ ઘન કચરાના નિકાલ માટે રિફ્યુઝ કોમ્પેક્ટ અને સાધન ખરીદી અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવશે.

AIIMS હોસ્પિટલને જોડતા રસ્તા સહિતના મુદ્દે ચર્ચા કરાશે

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આગમી 11 તારીખે 162મી બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મનહરપુર-રોણકી અને માલીયાસણ-સોખડામાં કુલ-2 સુચિત નગર રચના યોજના બનાવવા અંગે, રીંગરોડ-2 અંતર્ગત કાળીપાટથી માલીયાસણ ગામ સુધીના રસ્તા, કુલ-2 બ્રિજના કામો ઉપરાંત AIIMS હોસ્પિટલને જોડતા રસ્તા તેમજ અન્ય રસ્તાઓના કામો, રૂડા હેઠળના ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રિફયુઝ કોમ્પેકટર, અન્ય સાધનો ખરીદવાના કામો સહિતના મામલે ચર્ચા કરવામાં આવશે.

રાજકોટમાં એઈમ્સનો પ્રોજેક્ટ 2021 પહેલા પુરો કરી દેવાશે

રાજકોટના જામનગર રોડ પર એઈમ્સ હોસ્પિટલનો પ્રોજેક્ટ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ પ્રોજેક્ટ 2021ના અંત પૂર્વે પૂરો કરાશે. પરાપીપળિયાની જમીનમાં ચારેક જેટલા ખેતી વિષયક દબાણો હતા જે દૂર કરાયા છે. તેમજ વીજલાઈનનું શિફ્ટિંગનું કામ પણ પૂરું થઇ ગયું છે. જ્યારે હવે કમ્પાઉન્ડ વોલનું બાંધકામ ચાલી રહ્યું છે જે કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here