તાજમહેલમાં બોમ્બની અફવા : પર્યટકોને કાઢવામાં આવ્યા બહાર : તાજમહેલના કરાયા દરવાજા બંધ.

0
9

તાજમહેલમાં બોમ્બ મળ્યો હોવાની માહિતી મળ્યા પછી પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ માહિતી મળ્યા પછી ઘટના સ્થળે દોડાદોડી થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈએ ફોન કરીને તાજ મહેલમાં વિસ્ફોટ રાખ્યો હોવાની માહિતી આપી હતી. ત્યારપછી CISF અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર પરિસરમાં તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, તાજમહેલના બંને દરવાજા બંધ કરવામાં આવ્યા છે.

હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસે જણાવ્યું કે, બોમ્બ મુકવાની માહિતી કોઈ અજાણી વ્યક્તિએ 112 નંબર પર આપી હતી. તેણે કહ્યું હતું કે, સૈનિકોની ભરતીમાં ગરબડ થઈ રહી છે અને તેના કારણે પ્રોપર ભરતી નથી થઈ રહી. તેથી તેણે તાજમહેલમાં બોમ્બ રાખી દીધો છે. જે થોડી વારમાં બ્લાસ્ટ થઈ જશે. આગરા પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી કરીને સીઓની આગેવાનીમાં ટીમ તાજમહેલ પરિસરમાં ચેકિંગ અભિયાન શરૂ કરીને તપાસ કરી રહી છે.

તાજમહેલના દરવાજા બંધ કરાયા
તાજમહેલના દરવાજા બંધ કરાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here