સો.મીડિયા : વિન ડીઝલના મોતની અફવા ઉડી, સ્ટન્ટ દરમિયાન નિધન થયાની વાત સાચી નથી

0
0

લોસ એન્જલસ. ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફૅમ હોલિવૂડ એક્ટર વિન ડીઝલના નિધનની અફવા છેલ્લાં બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. જોકે, આ વાત માત્ર અફવા છે. વિન ડીઝલ જીવિત છે અને તેને કંઈ જ થયું નથી. એક ફેસબુક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કાર સ્ટન્ટ દરમિયાન એક્ટરનું નિધન થયું છે.

ફૅક પોસ્ટમાં શું છે?

ફેસબુકની એક ફૅક ન્યૂઝ પોસ્ટમાં CNNનો લોગો મૂકવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું, ‘બ્રેકિંગ ન્યૂઝ, વિન ડીઝલના નિધન બાદ હોલિવૂડ રડી રહ્યું છે. વિન ડીઝલનું ઘરના પાછળના હિસ્સામાં કાર સ્ટન્ટની પ્રેક્ટિસ દરમિયાન નિધન થયું છે.’

આ વીડિયોની શરૂઆતમાં એન્કર રોબિન રોબર્ટ્સ જોવા મળે છે. આ એન્કર ABC ચેનલમાં ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ નામનો પ્રોગ્રામ હોસ્ટ કરે છે. આ એન્કર CNNમાં કામ કરતો નથી. એન્કર કહે છે કે ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ના એક્ટરના નિધન અંગેની માહિતી. આ વીડિયો અહીંથી કટ કરીને એડિટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જે ક્લિપ શૅર કરવામાં આવી છે, તે વાસ્તવમાં વિન ડીઝલના કો-સ્ટાર પૉલ વોકરનો અકસ્માત થયો, તે સમયની છે. ઉલ્લેખનીય છે કે પૉલ વોકરનું નિધન રોડ અકસ્માતમાં ડિસેમ્બર, 2013માં થયું હતું. વોકર અને ડીઝલ ખાસ મિત્રો હતાં અને કો-સ્ટાર પણ હતાં. સોશિયલ મીડિયા યુઝર્સે પૉલ વોકરની અકસ્માતની ક્લિપને એડિટ કરી હતી. આ એડિટ કરેલી ક્લિપને વિન ડીઝલના મોત સાથે સાંકળીને અફવા ઉડાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2019માં વિલ સ્મિથ તથા તેના દીકરાનું કાર અકસ્માતમાં નિધન થયું હોવાની અફવા ઉડાવવામાં આવી હતી.

આ પહેલાં બેવાર અફવા ઉડી ચૂકી હતી

આ પહેલીવાર નથી કે વિન ડીઝલના મોતની અફવા ઉડી હોય. સૌ પહેલાં જાન્યુઆરી, 2014માં વિન ડીઝલના મોતની અફવા ઉડી હતી. આ પહેલાં ઓગસ્ટ, 2018માં વિનનું સ્ટન્ટ દરમિયાન નિધન થયું હોય તેવી અફવા ઉડી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here