આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સલીમ દુરાની નાદુરસ્ત હોવાની સોશિયલ મીડિયામાં અફવા, દુરાની એકદમ સ્વસ્થ

0
5

જામનગરના ગૌરવ અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સલીમ દુરાનીને તાવ આવતો હોય તથા કોરોનાનાં લક્ષણ દેખાતાં હોઈ સારવાર માટે મુંબઇ જવાનો હોવાની ઊડેલી વાતને ખુદ સલીમ દુરાનીએ અફવા ગણાવી પોતે તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું.

જામનગરને વિશ્વસ્તરે ગૌરવ અપાવનાર સલીમ દુરાનીએ ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમીને ભારે સફળતા અને લોકપ્રિયતા મેળવી હતી. નિવૃત્તિ બાદ સલીમભાઇ પોતાના વતન જામનગરમાં જ વસવાટ કરે છે. અચાનક ગઇ રાતથી સોશિયલ મીડિયામાં એવા અહેવાલ ફેલાઈ હતી કે સલીમ દુરાનીને તાવ સહિત કોરોનાનાં લક્ષણો જણાયાં છે, આથી તેઓ સારવાર માટે મુંબઇ જવાની તૈયારીમાં છે.

આ મેસેજ વાઇરલ થતાં સલીમ દુરાનીના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સલીમભાઇ દુરાનીએ સ્પષ્ટતાપૂર્વક અને દાવા સાથે જણાવ્યું હતું કે મારી તબિયત બિલકુલ સારી છે, મને તાવ પણ આવ્યો નથી કે કોરોનાના અન્ય કોઇ લક્ષણ પણ નથી. મારી તબિયત વિશેના ફરતા મેસેજ સદંતર ખોટા અને પાયાવિહોણા છે, આથી મારા શુભચિંતકોએ ગભરાવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here