અમદાવાદ : વિવેકાનંદનગર પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરાયું.

0
10

આગામી 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે બુધવારે સવારે અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગર પોલીસ દ્વારા રન ફોર યુનિટીનુ આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે વહેલી સવારે 7.10 કલાકે અમદાવાદમાં હાથીજણ સર્કલથી 5 કિ.મી સુધી રન ફોર યુનિટીને DySp કે.ટી કામરીયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ રન ફોર યુનિટીની દોડમાં પોલીસ જવાન સહિત GRD,TRB,હોમગાર્ડ તેમજ ગામના સરપંચ અને જાગૃત નાગરિકો સહિત કુલ 150 લોકો જોડાયાં હતાં.

રન ફોર યુનિટીમાં દોડ લગાવી રહેલા પોલીસ જવાનો
(રન ફોર યુનિટીમાં દોડ લગાવી રહેલા પોલીસ જવાનો)

 

દોડમાં જોડાયેલા જવાનો પર પુષ્પવર્ષા કરાઈ

હાથીજણ સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા રન ફોર યુનિટીની દોડમાં ભાગ લેનારા પોલીસ જવાનો સહિત GRD, TRB, હોમગાર્ડ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત આ કાર્યક્રમમાં કોરોના સંક્રમણની ગાઈડલાઈનના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત Dy.sp દ્વારા એકતાની દોડ પૂર્ણ થતાં ભાગ લેનાર તમામને દેશની એકતા અને અખંડતાના શપથ લેવડાવામાં આવ્યા હતાં.

કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું
(કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું)

 

દોડમાં વિજેતા બનેલા જવાનોને ઈનામ અપાયાં

અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગર પોલીસ દ્વારા યોજાયેલ રન ફોર યુનિટીમાં ભાગ લેનાર જવાનોને ઈનામ આપવામાં આવ્યાં હતાં. જેમાં રન ફોર યુનિટીની 5 કિ.મી. દોડમાં પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ક્રમે આવનાર પુરુષ અને મહિલાને ઇનામ તેમજ સર્ટીફીકેટ આપવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here