Friday, April 19, 2024
HomeદેશCM મમતા બેનર્જીના સુરક્ષા સલાહકાર તરીકે રૂપક દત્તાને નિયૂક્ત કરાયા

CM મમતા બેનર્જીના સુરક્ષા સલાહકાર તરીકે રૂપક દત્તાને નિયૂક્ત કરાયા

- Advertisement -

પશ્વિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સલાહકાર નિયૂક્ત કરવામાં આવી ચૂક્યા છે. આ મામલે રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે, જાણકારી અનુસાર કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક અને સીબીઆઈના ભૂતપૂર્વ વિશેષ નિયામક એવા રૂપક કુમાર દત્તાને સુરક્ષા-કાયદો અને વ્યવસ્થા પર સીએમ મમતા બેનર્જીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિતેલા દિવસને ગુરુવારે આ અંગેનું જાહેરનામું જારી કરવામાં આવ્યું છે.

આ સહીત રાજભવન તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ સીવી આનંદ બોઝે ગુરુવારે આ નિમણૂકને મંજૂરી આપી હતી. તેઓના નિવેદન પ્રમાણે વર્ષ , 1981 બેચના IPS અધિકારી દત્તા કે જેઓ બે વર્ષ સુધી આ પદ સંભાળશે. હાલમાં તેઓ બંગાળના ગૃહ વિભાગમાં સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. મમતા બેનર્જીની સરકાર દ્રારા વિતેલા મહિને તેમને પોલીસ કલ્યાણ – પોલીસ આવાસ, આરોગ્ય, નિવૃત્તિ લાભો સંભાળવાની જવાબદારી સોંવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular