રૂપાણી સરકારે 7 ટી.પી સ્કીમને આપી મંજૂરી, રિયલ એસ્ટેટમાં આવશે તેજી

0
0

મુખ્યમં વિજય રૂપાણીએ કોરોના-કોવિડ-19 સંક્રમણ સાથે-સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત બનાવવા ન્યૂ નોર્મલ નવી જનજીવન શૈલીથી વિકાસ કામોને ગતિ આપવાની સંકલ્પબદ્ધતા સાથે એક જ દિવસમાં 7 જેટલી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે.

તેમણે રાજ્યમાં આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ ટૂલ એવા ડી.પી, ટી.પી.ની મંજૂરીમાં ગતિશીલતા અને પારદર્શીતાના અભિગમ સાથે જે ૭ ટી.પી સ્કીમ મંજૂર કરી છે તેમાં 3 ડ્રાફટ ટી.પી, 2 પ્રીલીમીનરી તેમજ ર ફાયનલ ટી.પી.નો સમાવેશ થાય છે.

CM રૂપાણાએ આ 7 ટી.પી ને મંજૂરી આપતાં 2020ના વર્ષમાં રાજ્યમાં ટી.પી .ડી.પી ની. મંજૂરીનું અર્ધશતક પાર થયું છે. આ એક જ વર્ષમાં તેમણે 24 ડ્રાફટ ટી.પી, 16 પ્રિલીમીનરી ટી.પી અને 7 ફાયનલ ટી.પી તેમજ 3 ડ્રાફટ ડેવલપમેન્ટ પ્લાન સાથે 50 ટી.પી, ડી.પી.ની પરવાનગીઓ આપી છે.

મુખ્યમંત્રીએ વધુ 7 ટી.પી ને એકસાથે મંજૂરી આપી છે તેમાં ઔડાની બે ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 430 વિસલપુર તથા નં. 436 (વિસલપુર-નવાપુર-સનાથલ) તેમજ ભાવનગરની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં 16 (અઘેવાડા), અમદાવાદની જ બે વેરીડ પ્રીલીમનરી ટી.પી. સ્કીમ નં. 1 (મેમનગર) અને નં. 47 (મોટેરા –કોટેશ્વર) તથા બે ફાયનલ ટી.પી. સ્કીમ જેમાં ગુડાની નં. 11/એ અડાલજ તથા રાજકોટની ટી.પી. 9 ને મંજૂરી આપી છે.

અમદાવાદ વધુ બે ડ્રાફ્ટ સ્કીમ મંજૂર

અમદાવાદ – ઔડા વિસ્તારની વધુ બે ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થવાથી ખાસ કરીને વિસલપુર-સનાથલ-નવાપુર વિસ્તારની વધુ 535 હેકટર્સ જમીનના આયોજનને આખરી ઓપ મળશે. આ બે ડ્રાફ્ટ ટી.પી. સ્કીમથી સત્તામંડળને 134 જેટલા જાહેર હેતુના પ્લોટો સંપ્રાપ્ત થશે. સત્તામંડળને જાહેર હેતુના સંપ્રાપ્ત થનાર પ્લોટસમાં આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ (SEWSH) માટે આશરે 17.86 હેકટર્સ જમીન, બગીચા/ખુલ્લી જગ્યા/રમત-ગમતના મેદાન વિગેરે માટે આશરે 23.23 હેકટર્સ જમીન, સામાજીક માળખા માટે આશરે 22.15 હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે લગભગ 45.26 હેકટર્સ જમીન મળી કુલ 108.50 હેકટર્સ જેટલી જમીન ઉપલબ્ધ થશે.

ભાવનગરમાં ટી.પી. સ્કીમ નં.16 મંજૂર

ભાવનગર શહેરમાં ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 16 (અઘેવાડા)ને મુખ્યમંત્રીએ મંજૂરી આપતા ભાવનગર શહેરમાં ગયા વર્ષમાં મંજૂર કરેલ છ ટી.પી. સ્કીમ પછી આ સાતમી ડ્રાફ્ટ સ્કીમથી શહેરમાં ટી.પી. નું આયોજન ઘણુ ઝડપી બનશે. આ મંજૂર થયેલ ટી.પી 16-અઘેવાડાને પરિણામે 275 હેકટર્સ વિસ્તારની યોજનાથી સત્તામંડળને કુલ 104 જેટલા જાહેર હેતુ માટેના પ્લોટ સંપ્રાપ્ત થશે. આ પ્લોટમાં સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે આશરે 8.67 હેકટર્સ જમીન, ખુલ્લી જગ્યા/બાગ બગીચા માટે 6.60 હેકટર્સ જાહેર સુવિધા / રમત-ગમતના મેદાન માટે 21.70 હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે 13.59 હેકટર્સ જમીન મળી કુલ આશરે 50.56 હેકટર્સ જમીન સત્તામંડળને સંપ્રાપ્ત થવાની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here