Saturday, September 25, 2021
Homeરૂપાણી સરકાર લઈ રહી છે નિર્ણય : ગુજરાતમાં મામલતદાર બાદ હવે પ્રાંત...
Array

રૂપાણી સરકાર લઈ રહી છે નિર્ણય : ગુજરાતમાં મામલતદાર બાદ હવે પ્રાંત અધિકારીની પણ પાંખો કપાશે

આગામી દિવસોમાં વહીવટીતંત્રમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. ગુજરાત સરકાર એડિશનલ કક્ષાના અધિકારીઓની નવી કેડર રચવા જઇ રહી છે. રાજ્યના આઠ મહાનગર પાલિકા ઉપરાંત નગરપાલિકાઓમાં પ્રાંત અધિકારી ઉપર ખાસ એડિશનલ કક્ષાના અધિકારી નિમવા આવે તેવું જાણવા મળ્યું છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર વહીવટી તંત્રમાં આમૂલ ફેરફાર કરવા તત્પર છે. કોરોનાની મહામારીમાં લોકોને પડેલી હાડમારી બાદ હવે સરકાર પ્રજાલક્ષી નિર્ણય કરવા મજબૂર બની છે.

અધિકારિક સૂત્રોના મતે, વહીવટી તંત્રમાં વધુ ગતિશિલતા લાવવા માટે પ્રાંત અિધકારીથી ઉપલી કક્ષાએ એડિશનલ કક્ષાના અધિકારીની નિમણૂંક કરી નવી કેડર ઉભી કરવા નક્કી કરાયું છે. આ નિમણૂંકને પગલે મહેસૂલી કામો ઝડપથી થશે. અત્યારે તો નવી કેડરને લઇને સામાન્ય વહીવટ વિભાગે મુખ્યમંત્રી સમક્ષ દરખાસ્ત મંજુરી અર્થે મોકલી આપી છે. મુખ્યમંત્રીની લીલીઝંડી મળતા ઓર્ડર આપવામાં આવશે.

આ નવી કેડર ઉભી કરવા પાછળનું કારણ એ છે કે, ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ પાસે વહીવટી કામકાજનો ઝાઝો અનુભવ નહી હોવાને કારણે નિધારિત લક્ષ્યાંક સિદ્ધ થઇ શકતો નથી. આ કારણોસર મહાનગર પાલિકા અને નગરપાલિકાઓમાં એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓની નિમણૂંક કરવા નક્કી કરાયુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments