Sunday, February 16, 2025
Homeરૂપિયાનો રણકાર : હવે દુબઈમાં ચાલશે રૂપિયો, કરન્સી ચેન્જ કર્યા વગર કરી...
Array

રૂપિયાનો રણકાર : હવે દુબઈમાં ચાલશે રૂપિયો, કરન્સી ચેન્જ કર્યા વગર કરી શકાશે ડ્યૂટી ફ્રી શોપિંગ

- Advertisement -

દુબઈ: સામાન્ય રીતે આપણે વિદેશ જતા પહેલાં ભારતીય કરન્સીને દેશની સ્થાનિક કરન્સી અથવા ડોલરમાં એક્સચેન્જ કરાવી પડે છે. પરંતુ હવે દુબઈ જતી વખતે ત્યાંના એરપોર્ટ પરથી ભારતીય કરન્સીમાં જ ખરીદી કરી શકાશે. યુએઈના એક મુખ્ય સમાચાર પત્ર પ્રમાણે, દુબઈ સરકારના બદલાયેલા નિયમ પ્રમાણે દુબઈ એરપોર્ટ પર આવેલી ડ્યૂટી ફ્રી દુકાનોમાંથી હવે ભારતીય કરન્સી પ્રમાણે ખરીદી કરી શકાશે. ભારતીય કરન્સીથી હવે દુબઈના દરેક એરપોર્ટ પર લેણદેણ કરી શકાશે.

દુબઈમાં ભારતીય કરન્સીની સ્વીકૃતિ પર્યટકો માટે ખરેખર એક ગુડ ન્યૂઝ છે. કારણકે પહેલાં કરન્સી એક્સચેન્જમાં પર્યટકોએ ખૂબ મોટી રકમ ગુમાવવી પડતી હતી. ગલ્ફ ન્યૂઝના એક રિપોર્ટ પ્રમાણે, ભારતીય કરન્સી હવે દુબઈ આંતતરાષ્ટ્રીય એરપોર્ટના ત્રણેય ટર્મિનલ અને અલ મકતૌમ એરપોર્ટ ઉપર સ્વીકાર્ય છે.

દુબઈના એક ડ્યૂટી ફ્રી દુકાનના કર્મચારીએ જણાવ્યું કે, અમે ભારતીય કરન્સીને સ્વીકારવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષે દુબઈ એરપોર્ટ પર અંદાજે 9 કરોડ યાત્રીઓ આવ્યા હતા. તેમાં 1.22 લાખ યાત્રીઓ ભારતીય હતા. નોંધનીય છે કે, પહેલાં ભારતીય યાત્રીઓને દુબઈમાં શોપિંગ કરતી વખતે કરન્સીને ડોલર, દિરહામ અથવા યૂરોમાં એક્સચેન્જ કરાવવા પડતા હતા.

જોકે રૂપિયો પહેલી એવી કરન્સી નથી જે દુબઈએ ચલણમાં માન્ય કરી છે. દુબઈ એરપોર્ટ પર 1983થી લઈને અત્યાર સુધી 15 વિદેશી કરન્સીને ડ્યૂટી ફ્રી શોપમાંથી ખરીદી કરવા માટે માન્યતા મળેલી છે. આમ રૂપિયો એવી 16મી કરન્સી છે જે દુબઈ એરપોર્ટ પરની ડ્યૂટી ફ્રી શોપમાંથી ચલણ એક્સચેન્જ કરાવ્યા વગર શોપિંગ કરી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular