શાકવાળાનાં અચાનક ખુલી ગયાં નસીબ, કચરાપેટીમાં ફેંકી દીધેલી લૉટરીની ટિકિટથી જ જીતી ગયો રૂપિયા 1 કરોડ

0
16

કોણ ક્યારે અચાનક અમીર બની જાય એનું કઈં નક્કી નહીં. આવું જ કઈંક થયું કોલકાતાના એક શાકવાળા સાથે. આ શાકવાળો લૉટરીની ટિકિટથી રૂપિયા એક કરોડ જીતી ગયો છે, કોલકાતાના દમદમ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ નવા વર્ષે નગાલેન્ડ લૉટરીની ટિકિટ ખરીદી હતી. લૉટરીનાં ઈનામોની જાહેરાત થયા બાદ કેટલાક લોકોએ તેને કહ્યું કે, તે ઈનામ નથી જીતી શક્તો. જેનાથી હતાશા થઈને તેણે પોતાની ટિકિટ કચરા પેટીમાં નાખી દીધી. જોકે પછીથી તેને ખબર પડીએ, એ જ ટિકિટથી તે 1 કરોડ રૂપિયા જીતી ગયો છે.

કચરાપેટીમાં ફેંકી દીધી હતી ટિકિટ

કોલકાતાના દમદમ વિસ્તારમાં શાકની દુકાન ચલાવતા સાદિકે તેની પત્ની અમીના સાથે નવા વર્ષના એક દિવસ પહેલાં લૉટરીની 5 ટિકિટ ખરીદી હતી. 2 જાન્યુઆરીએ લૉટરીની જાહેરાત થઈ ત્યારે સાદિક સાથે શાક વેચતા કેટલાક દુકાનદારોએ તેને કહ્યું કે, તેને કોઇ ઈનામ નથી લાગ્યું. નિરાશ થયેલ સાદિકે તેની ટિકિટો કચરાપેટીમાં નાખી દીધી. બીજા દિવસે સવારે તે બજારમાં ખરીદી કરવા ગયો તો લોટરી વેચનાર દુકાનદારે તેને તેની ટિકિટ વિશે પૂછ્યું અને કહ્યું તેને એક કરોડનું ઈનામ મળ્યું છે.

બંને ટિકિટ પર 1-1 લાખનું ઈનામ

દુકાનદારની વાત સાંભળી સાદિક ઘરે પહોંચ્યો અને પત્ની અમીનાને આખી વાત જણાવી. સાદિક અને અમીનાએ તરત જ કચરાપેટીમાં ટિકિટો શોધવાનું શરૂ કર્યું. બહુ મહેનત બાદ ટિકિટો મળી તો બંને ખૂબજ ખુશ થઈ ગયાં સાદિકે કુલ પાંચ ટિકિટો ખરીદી હતી. જેમાં એક પર એક કરોડ અને બાકીની ચાર ટિકિટો પર 1-1 લાખનું ઈનામ લાગ્યું હતું.

બુક કરાવી SUV

સાદિકની પત્ની અમીનાએ જણાવ્યું કે, લૉટરીના આ પૈસાથી તેમનું જીવન બદલાઇ શકે છે, અમીનાએ જણાવ્યું કે, સાદિકે બાળકો માટે એક એસયૂવી બુક કરાવી છે, આ સિવાય હવે તે તેનાં બાળકોને સારી સ્કૂલમાં ભણાવવા ઈચ્છે છે, અમીનાએ કહ્યું કે, તેમનો પરિવાર ખૂબજ ખુશ છે અને હવે તેઓ આ પૈસાની રાહ જોઇ રહ્યા છે. કહેવાય છે કે, સાદિક અને તેની પત્નીને આ રકમ 2-3 મહિનામાં મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here