અરવલ્લી જીલ્લામાંથી પસાર થતી માઝુમ,મેશ્વો અને વાત્રક નદીની કોતરોમાં અને રાજ્યમાં પંકાયેલા છારાનગરમાં સેંકડો દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે કેટલાક બુટલેગરો બમણી કમાણીની લાલચમાં દેશી દારૂની બનાવટમાં નવસારની સાથે યુરિયા,સલ્ફેટ જેવા રાસાયણિક ખાતરો, ઓક્સિટોસિન ઇન્જેક્શન, અલ્પ્રાઝોલમ જેવી ઉંઘની ગોળીઓનો ઉપયોગ બિન્દાસ્ત કરી રહ્યા છે હદ તો ત્યારે થાય છે કે દેશી દારૂ પીનાર બંધારણી કીક મળી રહે તે માટે બેટરીના સેલનો પણ કેમિકલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે દેશીદારૂમાં કેમિકલનો ઉપયોગ જીલ્લામાં ગમે ત્યારે લઠ્ઠાકાંડ સર્જી શકે છે કેટલાય લોકો કેમિકલ યુક્ત દારૂ ગટગટાવી મોતના મુખમાં ધકેલાઈ ચુક્યા છે.
અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા દેશી દારૂની પરબડીઓ બિન્ધાસ્ત ચાલી રહી છે ત્યારે જીલ્લા પોલીસતંત્ર આંખ આડા કાન કરી રહી છે થોડા દિવસ અગાઉ રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝા એ ચલાવેલ પ્રોહિબિશન ડ્રાઈવ માં પણ જીલ્લા પોલીસતંત્ર દેશી દારૂના ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં નિષ્ફ્ળ રહેતા જીલ્લા પોલીસવડા મયુર પાટીલને ગણનાપાત્ર કેશ શોધી કાઢવા અને બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરવા નોટિસ ફટકારતા જીલ્લા પોલીસવડા મયુર પાટીલ અને જીલ્લા પોલીસતંત્ર હરકતમાં આવી દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી હતી થોડા સમય પછી અગમ્ય કારણોસર જીલ્લા પોલીસતંત્ર નિષ્ક્રિય બની જતા ફરીથી જીલ્લાના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે
( દેશી દારૂ ગાળનાર બુટલેગરના જણાવ્યા અનુસાર )
મોડાસા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની ગાળવાની ભઠ્ઠી ચલાવતા અને દેશી દારૂની રોજિંદી ૧૦૦૦ થી વધુ પોટલીઓ વેચનાર બુટલેગરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દેશી દારૂ ચલાવવા માટે જે તે વિસ્તારના સ્થાનિક અધિકારી અને પોલીસ કર્મચારીઓને તેમના વિસ્તારમાં ચાલતા તમામ દેશી દારૂ વેંચતા બુટલેગરોના લિસ્ટ હોય છે ભારણ ભરાતા હોવાની સાથે દર મહિને જે તે વિસ્તારના આઉટપોસ્ટ માં ફરજ બજાવતા જમાદારને હપ્તો આપવો પડે છે એલસીબી,એસ.ઓ જી સહીત પોલીસતંત્રની અન્ય શાખાઓ દ્વારા પડતી રેડમાં કેટલીક રેડમાં તોડ પણ હજ્જારોમાં કરવો પડે છે ક્યારેક ઈમાનદાર અધિકારી અને જમાદાર હોય તો થોડા મહિના દેશી દારૂનો ધંધો બંધ કરી દેવો પડે છે પરંતુ આવા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ વધુ તાકાત ન હોવાથી જે તે એરિયામાં દેશી દારૂનું વેચાણ રાબેતા મુજબ ચાલુ થઇ જતું હોવાનું જણાવ્યું હતું