અમદાવાદ : ગ્રામ્ય એલસીબીના કોન્સ્ટેબલ જગદીશ ચાવડાની અમદાવાદ એસીબીએ કરી અટકાયત.

0
0

અમદાવાદ. ગ્રામ્ય એલસીબીના કોન્સ્ટેબલ જગદીશ ચાવડાની અમદાવાદ એસીબીએ અટકાયત કરી છે. 10 દિવસ પહેલા વરલી મટકા જુગાર ચલાવે છે કહી રૂ. 40 હજારની માંગ કરવામાં આવી હતી જેમાં ખાનગી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે જગદીશ ચાવડા નાસતા ફરતા હતા.

8 જૂને એસીબીએ માંડલ ગામે છટકું ગોઠવી ખાનગી વ્યક્તિને ઝડપી લીધો હતો

વિરમગામ તાલુકાના માંડલ ગામે લોકડાઉન દરમ્યાન વરલી મટકાનો જુગાર ચલાવતો હોવાનું કહી અમદાવાદ ગ્રામ્ય એલસીબીના કોન્સ્ટેબલ જગદીશ ચાવડાએ રૂ. 40 હજારની લાંચની માંગ કરી હતી. જે મામલે અમદાવાદ એસીબીને જાણ કરવામાં આવતાં 8 જૂને એસીબીએ માંડલ ગામે છટકું ગોઠવી દશરથ ઠાકોર નામના ખાનગી વ્યક્તિને ઝડપી લીધો હતો જ્યારે આરોપી જગદીશ ચાવડા ફરાર હતા આજે એસીબીએ તેમની અટકાયત કરી કોરોના રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here