દહેગામ : આર.સી.સી રોડ, પેવર બ્લોક રોડ અને પાણીની પાઈપલાઈન નાખવાનો ખાત મુહુર્ત કાર્યક્રમ યોજાયો

0
11

દહેગામ નગરપાલિકા વિસ્તારમા આજે નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો અને દ્વારાસભ્ય સહીત આગેવાનો ભેગા મળીને નગરપાલિકા જુદા જુદા વિસ્તારમા જુદા જુદા વિકાસના કામોનુ ખાત મુહુર્ત કરવામા આવ્યુ તેમા કુલ રૂપીયા ૧ કરોડ ૧૧ લાખ મંજુર કરવામા આવ્યા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વિસ્તારમા આજે ૧૪ મા નાણાપંચની ગ્રાંટ ૨૦૧૯-૨૦ અન્યવયે દહેગામ નગરપાલિકા વિસ્તારમા જુદી જુદી જગ્યાએ આરસીસી રોડ, પેવર બ્લોક રોડ, પથર ફીક્ષીંગ કરવાના કામો, ભુગર્ભ ગટર, પીવાના પાણીની પાઈપલાઈનના ખાત મુહુર્તનુ કાર્યક્રમનુ આયોજન દહેગામ ખાતે આવે ગોપાલજી મંદીર પાસે બજારચોકમા કરવામા આવ્યુ હતુ. તેમા દહેગામ નગરપાલિકા પ્રમુખ બીમલભાઈ અમીન, ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકાના કોર્પોરેટર પીન્ટુભાઈ અમીન અને નગરપાલિકા વિસ્તારના તમામ ચુંટાયેલા કોર્પોરેટરો અને શહેર પ્રમુખ તેમજ સ્થાનિક આગેવાનો અને આ મંદીરના મહંતસિહ અને શહેરની જનતા આ કાર્યક્રમમા મોટી સંખ્યામા હાજર રહીને કુલ રૂપીયા ૧ કરોડ ૧૧ લાખના કામોનુ ખાત મુહુર્ત કરવામા આવ્યુ હતુ.

આજે આટલા વિકાસના કામો થતા તેમજ દહેગામ મામલતદાર કચેરીથી વીજે દવે હાઈસ્કુલ જવાનો મુખ્ય માર્ગ પણ ટુંક સમયમા તેનુ કામકામ શરૂ થશે અને નગરપાલિકાના પ્રમુખે સારી જહેમત ઉઠાવી વિકાસના કામો ખુબ જ સારા થાય અને વધુ થાય તેના માટે તનતોડ પરીશ્રમ કરી રહ્યા છે અને તેના માટે ખડે પગે ઉભા રહીને વધારે ગ્રાંટો ક્યાથી આવે તેના માટે પ્રયત્નસીલ છે.  નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકા કોર્પોરેટરોના સહયોગથી થતા વિકાસના કામોથી દહેગામ પ્રજાજનોમા ભારે ખુશી વ્યાપી જવા પામી છે અને પ્રમુખની સારી કામગીરીની પણ નગરજનોએ સરાહના કરી છે. અને આ કાર્યક્રમમા સવારે ગોપાલજી મંદીર પાસે મોટી સંખ્યામા નગરજનો ઉમટી પડ્યા હતા.

બાઈટ : બીમલભાઈ અમીન, નગરપાલિકા પ્રમુખ, દહેગામ

  • દહેગામ નગરપાલિકા વિસ્તારમા જુદી જુદી જગ્યાએ આરસીસી રોડ, પેવર બ્લોક રોડ અને પાણીની પાઈપલાઈન નાખવાનુ ખાત મુહુર્ત કાર્યક્રમ યોજાયો
  • દહેગામ નગરપાલિકા વિસ્તારમા ૧૪ મા નાણાપંચની ૨૦૧૯/૨૦ ની ગ્રાંટનુ ખાત મુહુર્ત કરવામા આવ્યુ
  • આ કાર્યક્રમમા દહેગામ નગરપાલિકા વિસ્તારના પ્રમુખ, ધારાસભ્ય, કોર્પોરેટરો અને નગરજનો મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા
  • જુદા જુદા વિસ્તારોમા આરસીસી રોડ, પેવર બ્લોક રોડ, ભુગર્ભ ગટર, પાણીની પાઈપલાઈન, પથ્થર ફીકસીંગ જેવા કુલ રૂપીયા ૧ કરોડ ૧૧ લાખના વિકાસના કામોનુ ખાત મુહુર્ત કરવામા આવ્યુ

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here