કોરોના વર્લ્ડ : સંક્રમણની દ્રષ્ટિએ રશિયા બીજા નંબરે પહોંચી ગયું : દક્ષિણ સુદાનના ઉપરાષ્ટ્રપતિ અને તેની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ​​​​​​​

0
0

ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 48.91 લાખ કેસ નોંધાયા છે, 3.20 લાખ લોકોના મોત થયા છે. 19 લાખ 7 હજાર 422 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.અમેરિકામાં અત્યાર સુધીમાં 15.50 લાખ કેસ નોંધાયા છે. જેમાં 91 હજાર 981 લોકોના મોત થયા છે. અમેરિકાનું ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત છે. અહીં 3.51 લાખ કેસ નોંધાયા છે અને 28 હજાર 339 લોકોના મોત થયા છે. રશિયા સંક્રમિત લોકોની બાબતમાં બીજા નંબરે આવી ગયું છે. જેમાં 2 લાખ 90 હજાર 678 કેસ નોંધાય છે અને 2722 લોકોના મોત થયા છે.

દક્ષિણ સુદાનના ઉપરાષ્ટ્રપતિ અને તેની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ

દક્ષિણ સુદાનના ઉપરાષ્ટ્રપતિ રીક માશર અને તેમની પત્ની એંજેલીના ટેનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એન્જેલિના દેશની રક્ષા મંત્રી છે. તેમના બોડીગાર્ડ અને સ્ટાફના અમુક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અહીં 236 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે ચાર લોકોના મોત થયા છે.

ટ્રમ્પે WHO અંગે નિવેદન આપવાનો ઈન્કાર કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા વિશે હાલ કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કરી દીધો છે. ટ્રમ્પે કહ્યું કે આજે મેં કોઈ નિવેદન ન આપવાનો નિર્ણય કર્યો છે.આગામી સમયમાં નિવેદન આપીશ. હું વિશ્વ આરોગ્ય સંસ્થાથી ખુશ નથી. હું વિશ્વ વેપાર સંગઠનથી પણ ખુશ નથી. તેમણે કહ્યું કે ડબલ્યુએચઓને અમેરિકા તરફથી આપવામાં આવતી 45 કરોડ ડોલરની રકમમાંથી ચાર કરોડ કરોડનો ઘટાડો કરાયો છે.

ચીનમાં ત્રણ નવા કેસ નોંધાય

ચીનમાં કોરોના વાઈરસના ત્રણ નવા કેસ નોંધાયા છે. ત્રણેય કેસ વિદેશથી આવેલા લોકો સાથે જોડાયેલા છે. આ સાથે જ વિદેશમાંથી આવેલા દર્દીઓની સંખ્યા 1707 થઈ ગઈ છે.

કયા દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 15,50,294 91,981
રશિયા 290,678 2,722
સ્પેન 278,188 27,709
બ્રાઝીલ 255,368 16,853
બ્રિટન 246,406 34,796
ઈટાલી 225,886 32,007
ફ્રાન્સ 179,927 28,239
જર્મની 177,289 8,123
તુર્કી 150,593 4,171
ઈરાન 122,492 7,057
ભારત 100,328 3,156
પેરુ 94,933 2,789
ચીન 82,960 4,634
કેનેડા 78,072 5,842
સાઉદી અરબ 57,345 320
બેલ્જિયમ 55,559 9,080
મેક્સિકો 51,633 5,332
ચીલી 46,059 478
નેધરલેન્ડ 44,141 5,694
પાકિસ્તાન 43,966 939
કતાર 33,969 15
સ્વિત્ઝરલેન્ડ 30,597 1,886
બેલારુસ 30,572 171
સ્વીડન 30,377 3,698

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here