Wednesday, September 29, 2021
Homeરશિયા : રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને અમેરિકા અને બ્રિટનને સીધા યુદ્ધની ધમકી આપી
Array

રશિયા : રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને અમેરિકા અને બ્રિટનને સીધા યુદ્ધની ધમકી આપી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને અમેરિકા અને બ્રિટનને સીધા યુદ્ધની ધમકી આપી દીધી છે. પુતિને કહ્યું છે કે રશિયાનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર છે. પુતિને ચેતાવણીના સુરમાં કહ્યું કે રશિયાની નેવી દુશ્મનોના લક્ષ્યો પર હુમલો કરવા માટે એકદમ તૈયાર છે.

ખાસ વાત એ છે કે પુતિને આ નિવેદન અમેરિકા-બ્રિટન સાથેની રશિયાની તકરાર વચ્ચે આપ્યું છે. વર્ષ 2014માં રશિયાએ ક્રીમિયાને યૂક્રેનથી બળજબરીથી અલગ કરી દીધુ હતું. જોકે હાલ પણ મોટા ભાગના દેશો ક્રીમિયાને યૂક્રેનનો જ હિસ્સો માને છે.

અમેરિકા અને બ્રિટન સાથેની તકરાર વચ્ચે રશિયાએ પોતાના સૌથી આધુનિક એર ડિફેંસ સિસ્ટમ એસ-500 અને જિરકોન હાઇપરસોનિક મિસાઇલનું પરિક્ષણ કર્યું હતું.  રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રશિયન નેવી દિવસ નિમિત્તે સીધા અમેરિકા અને બ્રિટનને ધમકી આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડી તો રશિયન નેવી યુદ્ધ કરવા માટે પણ તૈયાર છે.

દુશ્મનોના સૃથળો અમારા નિશાના પર જ છે અને જરૂર પડયે હુમલો કરવા માટે અમે તૈયાર પણ છીએ. સાથે જ પુતિને રશિયાના હિથયારોને અપરાજિત ગણાવ્યા હતા, કે જેને અમેરિકા કે કોઇ પણ દેશ હરાવી ન શકે તેવા હિથયારો છે તેવો દાવો પુતિને કર્યો હતો. સાથે પુતિને એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકા જ તકરારોને વધારી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments