રશિયાએ પાકને 50 હજાર AK-47 આપવાનો કર્યો ઈનકાર, ભારત સાથે નિભાવી મિત્રતા

0
27

મોસ્કો, તા. 27 જુલાઈ 2019 શનિવાર

રશિયાએ પાકિસ્તાનના 50 હજાર AK-47 રાઈફલ્સ ખરીદવાના આગ્રહને ફગાવી દીધો છે અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની રક્ષા ડીલ ના કરવાને લઈને ભારતને વિશ્વાસ અપાવ્યો છે.

નવી પેઢીના કલાશિન્કોવ રાઈફલ્સને જ એકે રાઈફલ્સ કહેવામાં આવે છે. રશિયાએ ભારતને કહ્યુ છે કે ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ ડીલ ઈસ્લામાબાદસાથે થશે નહીં. રશિયાની સાથે આ ડીલ પાકિસ્તાન પોતાના રક્ષા સંબંધોને ગાઢ કરવા માટે ઈચ્છી રહ્યુ હતુ. આવુ એટલા માટે પણ કેમ કે પાકિસ્તાની સેના હાલ એકે-56 રાઈફલ્સનો ઉપયોગ કરે છે જે ચીન દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે.

AK-56 ચીની અસાલ્ટ રાઈફલ્સ છે જે AK-47નું જ અપગ્રેડેડ વર્જન છે. જમ્મુ-કાશ્મીર અને પૂર્વોતરના આતંકવાદીઓની પાસે AK-56 હથિયાર જપ્ત થતા રહેતા હોય છે. ભારતીય અધિકારીઓ માટે આ એક સરપ્રાઈઝ પળ હતી કેમ કે જ્યારે પાકિસ્તાની સેના આવા રાઈફલ્સનો પહેલેથી જ ઉપયોગ કરી રહી છે તો પછી આ ડીલનો અર્થ શો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here