Friday, March 29, 2024
Homeવર્લ્ડરશિયા-યૂક્રેન યુદ્ધ : ફિનલેન્ડ-સ્વીડને નાટોમાં સામેલ થવા કરી અરજી

રશિયા-યૂક્રેન યુદ્ધ : ફિનલેન્ડ-સ્વીડને નાટોમાં સામેલ થવા કરી અરજી

- Advertisement -

ફિનલેન્ડ અને સ્વીડને નાટો સંગઠનમાં સામેલ થવા માટે અરજીઓ જમા કરાવી દીધી છે. નાટોના મહામંત્રી જેન્સ સ્ટોલેનબર્ગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે ફિનલેન્ડ અને સ્વીડને વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠનના સભ્ય બનવા સત્તાવાર રીતે અરજી આપી દીધી છે. તેમણે બંને દેશોએ કરેલી અરજીને આવકાર આપ્યો હતો. આ પહેલાં ફિનલેન્ડની સંસદે સરકારને નાટોમાં સામેલ થવા મંજૂરી આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે યૂક્રેનના નાટોમાં સામેલ થવાની સંભાવનાને મુદ્દે જ રશિયા-યૂક્રેન યુદ્ધ શરૂ થયું છે. સંસદમાં આ હેતુસર થયેલા મતદાનમાં 200માંથી 188 મતદારોએ નિર્ણયની તરફેણમાં મતદાન કર્યું હતું. બીજી તરફ યૂક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ફ્રાન્સમાં આયોજિત 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પર પ્રહારો કરતા તેમણે કહ્યું હતું કે માનવીઓમાં નફરત ખતમ થશે અને સરમુખત્યારો મરી જશે. તેમણે ફાસીવાદ પર કોમેડી ફિલ્મ બનાવવા અપીલ કરી હતી. ઝેલેન્સ્કીએ ચાર્લી ચેપ્લિનની એડોલ્ફ હિટલરવાળી ભૂમિકાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આપણને એક એવા ચેપ્લિનની જરૂર છે કે જે આપણને બતાવી શકે કે આપણા સમયની સિનેમા પણ ખામોશ નથી. અમેરિકી પ્રમુખ જો બાઇડેન 19મેના રોજ સ્વીડનના વડાપ્રધાન મૈગ્ડાલેન એન્ડરસન અને ફિનલેન્ડના પ્રમુખ સોલી નીનિસ્તોને વ્હાઇટ હાઉસમાં આવકારશે. ત્રણેય નેતાઓ વચ્ચે ફિનલેન્ડ અને સ્વીડનના નાટો સભ્યપદ અને યુરોપીય સુરક્ષાને મુદે ચર્ચા થશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે ત્રણેય દેશોના યૂક્રેન માટે સમર્થનને મુદ્દે પણ ચર્ચા કરશે.

રશિયા સામે આક્ષેપ થઇ રહ્યા છે કે અઝવોસ્તલ સ્ટીલવર્ક ખાતે રશિયા દ્વારા ગોંધી રાખવામાં આવેલા યૂક્રેનના સૈનિકોને મુક્ત કરવા રશિયા સહમત થયા બાદ હવે બેવડી રમત રમી રહ્યું છે. સોવિયેત કાળની આ સ્ટીલમિલમાં ગોંધી રાખવામાં આવેલા યૂક્રેન સૈન્ય એકમના સેંકડો સૈનિકોને રશિયાના સૈનિકોની મુક્તિના બદલામાં મુક્ત કરી દેવા મોસ્કો અગાઉ સહમત થઇ ગયું હતું. પરંતુ રશિયાની સંસદે હવે જાહેરાત કરી છે કે સંસદ નાઝી યુદ્ધ કેદીઓને એક્સચેન્જ કરવાની વિરુદ્ધમાં મતદાન કરશે. સંસદના કેટલાક સભ્યો તો યૂક્રેનની અઝવો બટાલિયનને ફાંસીની સજા આપવાની તરફેણ કરી રહ્યા છે.

સ્વીડન અને ફિનલેન્ડે નાટો સંગઠનના સભ્ય બનવા સત્તાવાર રીતે અરજી કરી દીધી છે. બંને દેશોને સભ્યપદને મુદ્દે નાટો સંગઠનના 30 દેશો વિચારણા કરશે. તે પછી લગભગ બે સપ્તાહમાં આ પ્રક્રિયા પૂરી થશે. જોકે તુર્કીના પ્રમુખ રેસેપ એર્દોગને ફિનલેન્ડ અને સ્વીડનને નાટોમાં સામેલ કરવા સામે વાંધો જાહેર કર્યો છે. તેમણે ઉઠાવેલા વાંધાનું સમાધાન કર્યા પછી જ બંને દેશો નાટોમાં સામેલ થઇ શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular