યુક્રેન માં ચાલી રહેલ યુદ્ધ વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ચર્ચાનો મુખ્ય વિષય હોવાની સાથે, યુક્રેનની મહિલા સાંસદોના એક સમુહે Russia પર વધુ કડક પ્રતિબંધ લગાવવાની અપીલ કરી અને કહ્યું કે રશિયા ના રાષ્ટ્રપતિ Vladimir Putin ની ‘તાનાશાહી’ વિરુદ્ધ યુદ્ધ જીતવાનું લક્ષ્ય હોવું જોઈએ. પાંચ સાંસદોએ રવિવાર રાત્રે સંવાદદાતાઓના એક સમૂહને કહ્યું કે યુદ્ધ જીતવાનો અર્થ છે Crimea ને પાછું લેવું, જેના પર ઘણા વર્ષો પહેલા રશિયા એ કબજો કર્યો હતો.
એમણે કહ્યું કે માનવીય, નાણાકીય અને હથિયારોની સહાયતા કરીને આ યુદ્ધ જીતવામાં યુક્રેન ને મદદ કરવી પશ્ચિમ માટે ખુબ જરૂરી છે જેથી ભવિષ્યમાં દુનિયાના કોઈ ભાગમાં યુદ્ધ ન થાય. આ સાંસદોમાં યેવેનીયા ક્રાવાચૂક, ઈવાના ક્લાઈમપુશ સિનત્સાદજે અને યુલિયા કલાઈમેંકો સામેલ હતા. ભ્રષ્ટાચાર વિરોધી નીતિ સમિતિના પ્રમુખ Anastasia Radinaએ અપીલ કરી કે રશિયાને આતંકવાદને ધિરાણ અને મની લોન્ડરિંગના સંદર્ભમાં વધુ જોખમ વાળા ક્ષેત્રના રૂપમાં સૂચીબદ્ધ કરવામાં આવે. આ સાંસદોમાં માનવાધિકાર સમર્થક તથા વકીલ અલિયોના શકરુમ પણ સામેલ હતા.