Saturday, September 25, 2021
Homeરશિયા : વેરોનિકાનો બેસ્ટ ફ્રેન્ડ એક ‘રીંછ’ છે, બંને રોજ તળાવમાં ફિશિંગ...
Array

રશિયા : વેરોનિકાનો બેસ્ટ ફ્રેન્ડ એક ‘રીંછ’ છે, બંને રોજ તળાવમાં ફિશિંગ કરવા સાથે જાય છે

આ રીંછનું નામ ‘આર્ચી’ પાડ્યું છે - Divya Bhaskar

રશિયાની રહેવાસી વેરોનિકાનો ફ્રેન્ડ આપણા બધાના ફ્રેન્ડ જેવો દેખાતો નથી. આ ફ્રેન્ડને અને વેરોનિકાને સાથે જોઇને લોકોને ખૂબ આશ્ચર્ય થાય છે. આ ફ્રેન્ડ બીજો કોઈ નહીં પણ એક રીંછ છે. બંનેની મિત્રતા ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે આપણે બધા રીંછ જોઇને તેનાથી દૂર ભાગીએ છીએ પણ આ રીંછ કોઈ નુકસાન કરતું નથી. વેરોનિકાએ વર્ષ 2019માં સફારી પાર્કમાં તેનો જીવ બચાવ્યો હતો.

આર્ચી ડરીને વેરોનિકા પાછળ સંતાય જાય છે

વર્ષ 2019થી બંને મિત્રો બની ગયા છે. વેરોનિકાને વિશ્વાસ છે કે, રીંછ ક્યારેય તેને દગો નહીં આપે અને તેણે અત્યાર સુધી ક્યારેય ભાગવાના પ્રયત્નો પણ કર્યા નથી. વેરોનિકાએ તેના મિત્રનું નામ આર્ચી રાખ્યું છે. બંને રોજ હોડીમાં બેસીને તળાવમાં આંટો મારે છે. બંને સાથે ફિશિંગ કરે છે. વેરોનિકાએ કહ્યું, રીંછ સાથે રહેવું એ જોખમી છે પણ અમને બંનેને એકબીજા પર ભરોસો છે. તેનું કદ વિશાળ હોવા છતાં તે મારાથી ડરે છે અને મારી પાછળ છુપાય જાય છે.

સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે

વેરોનિકા પહેલેથી પશુપ્રેમી છે. તે રોજ બપોર પછીનો સમય તળાવને કિનારે પસાર કરે છે અને પશુ-પક્ષીઓ સાથે રહે છે. વેરોનિકાએ કહ્યું, આ રીંછ મારા ઘરનો એક મેમ્બર છે. તેને પાણી બહુ જ ગમે છે. વેરોનિકાને નવી જગ્યા એક્સપ્લોર કરવાનો અને ફોટોગ્રાફીનો ઘણો શોખ છે. તે રોજ પોતાના આર્ચી સાથેમાં ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. યુઝર્સ આ બંનેની મિત્રતા જોઇને કમેન્ટ કરવાનું ભૂલતા નથી.

‘અમારો બોન્ડ એકદમ સ્ટ્રોંગ છે’

વેરોનિકાએ કહ્યું, અમે બંને એકબીજાની કંપની એન્જોય કરીએ છીએ. અમારો બોન્ડ એકદમ સ્ટ્રોંગ છે. અમારા રિલેશનશિપમાં કઈ ખોટું થશે તેની મને ચિંતા નથી. અમે બંને સાથે ભોજન કરીએ છીએ અને ફિશિંગ કરવા તો સાથે જ જઈએ છીએ. જ્યારે તે ડરેલો હોય ત્યારે મારી પાછળ સંતાય જાય અથવા તો મારા ખભા પર માથું રાખીને ઊંઘી જાય છે.

આર્ચીને પાણી ખૂબ ગમે છે

વેરોનિકાએ આર્ચીને સફારી પાર્કમાંથી રેસ્ક્યુ કર્યો હતો એ પછી તેણે ક્યારે તેણે ક્યારેય ઝૂમાં પાછો મોકલ્યો નથી. તે નથી ઇચ્છતી કે આર્ચી બાકી રહેલી જિંદગી પણ કેદી બનીને પસાર કરે. સફારી પાર્કમાં તેને કેદ કરીને રાખ્યો હતો. વેરોનિકાએ જણાવ્યું, આર્ચીને પાણી ખૂબ જ ગમે છે આથી હું તેને રોજ કોઈક નવી જગ્યાએ લઇ જઉં છું. પાણી જોતા તે ખુશ થઈ જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments