કોરોના વર્લ્ડ : રશિયા 40 હજારથી વધુ લોકો પર વેક્સિન ટ્રાયલ કરશે, WHOને પણ વેક્સિનની જાણકારી મોકલી, વિશ્વમાં અત્યાર સુધી 2.28 કરોડ કેસ

0
7

વિશ્વમાં કોરોનાવાયરસ સંક્રમણના અત્યાર સુધી 2 કરોડ 27 લાખ 20 હજાર 294 કેસ નોંધાયા છે. તેમાંથી 1 કરોડ 54 લાખ 6 હજાર 504 દર્દી સ્વસ્થ થઇ ગયા છે. 7 લાખ 93 હજાર 708 લોકોના મોત થયા છે. આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. રશિયાએ કોરોના વેક્સિનની માસ ટેસ્ટીંગ માટે તૈયારીઓ શરૂ કરી છે. તેમાં 40 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામા આવશે.

ટ્રાયલની આ પ્રોસેસ આગામી અઠવાડિયાથી શરૂ થશે. તેમાં વિદેશી રિસર્ચ એજન્સીઓને સામેલ કરવામા આવશે. રશિયાએ ટ્રાયલ માટે વેક્સિનના 2 હજાર ડોઝ મેક્સિકો મોકલવાનો નિર્ણય કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પણ આ વેક્સિનની જાણકારી મોકલી દીધી છે. રશિયાએ 11 ઓગસ્ટે વેક્સિન સ્પુતનિક વી તૈયાર કરી હોવાની જાહેરાત કરી હતી.

આ 10 દેશોમાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ સંક્રમિત મોત સ્વસ્થ થયા
અમેરિકા 57,46,272 1,77,424 30,95,484
બ્રાઝીલ 35,05,097 1,12,423 26,53,407
ભારત 29,04,329 54,975 21,57,941
રશિયા 9,42,106 16,099 7,55,513
દ.આફ્રીકા 5,99,940 12,618 4,97,169
પેરૂ 5,67,059 27,034 3,80,730
મેક્સિકો 5,43,806 59,106 3,71,638
કોલંબિયા 5,13,719 16,183 3,39,124
સ્પેન 4,04,229 28,813 પ્રાપ્ત નથી
ચિલી 3,91,849 10,671 3,64,285

 

4 લેટિન અમેરિકન દેશોમાં સંક્રમણનો આંકડો 2 લાખ પાર

4 લેટિન અમેરિકન દેશ (મેક્સિકો, બ્રાઝીલ, પેરૂ અને આર્જેન્ટિના)માં મોતનો આંકડો 2 લાખને પાર થઇ ગયો છે. આ ચાર દેશોમાં 35 લાખ કેસ સાથે બ્રાઝીલ ટોપ પર છે. 5 લાખથી વધુ સંક્રમિતો સાથે મેક્સિકો બીજા નંબરે છે. તે સાથે પેરૂ અને આર્જેન્ટિનામાં પણ કેસ વધ્યા છે. ગત અઠવાડિયે આ દેશોમાં દરરોજ લગભગ 3 હજાર લોકોના મોત થયા હતા.

ઇઝરાયેલ: સંક્રમણનો આંકડો 1 લાખ નજીક

ઇઝરાયેલમાં છેલ્લા 24 કલાકમાં 1630 નવા કેસ નોંધાયા છે. તે સાથે દેશમાં સંક્રમિતોનો આંકડો 99 હજાર 599 થઇ ગયો છે. અત્યાર સુધી અહીં 795 લોકોના મોત થયા છે. ગુરૂવારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ મહામારી પર ચર્ચા કરવા માટે કેબિનેટ મીટિંગમાં સામેલ થયા હતા. તેમાં દેશમાં ફરી લોકડાઉન ન લગાવવાનો નિર્ણય લેવામા આવશે.

મેક્સિકો: એક દિવસમાં 6775 નવા કેસ

મેક્સિકોમાં છેલ્લા 24 કલાકમાં 6775 નવા કેસ નોંધાયા છે. સાથે અહીં સંક્રમિતોનો આંકડો 5 લાખ 43 હજાર 806 થઇ ગયો છે. જોકે સરકારે કહ્યું છે કે સંક્રમિતોની સંખ્યા જાહેર થયેલા આંકડાથી વધુ હોઇ શકે છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અહીં એક દિવસમાં 625 મોત સાથે મોતનો આંકડો 59 હજાર 106 થઇ ગયો છે. મોતના મામલે મેક્સિકો અત્યારે વિશ્વમાં ત્રીજા નંબરે છે.

બ્રિટન: બર્મિંઘમમાં લોકડાઉન

બ્રિટન સરકારે ગુરૂવારે દેશના બીજા સૌથી મોટા શહેર બર્મિંઘમમાં લોકડાઉન લગાવવાની જાહેરાત કરી હતી. અહીં સંક્રમણ વધી રહ્યું હતું. ગત અઠવાડિયાની સરખામણીએ અહીં 1 લાખ લોકોની ટેસ્ટિંગ પર મળતા કેસોની સંખ્યા વધી ગઇ હતી. સરકારે સંક્રમણની માહિતી મેળવવા માટે સર્વે કરવાનો નિર્ણય કર્યો છે. તેના આધારે આકરા પ્રતિબંધો લગાવવા માટે વિસ્તારોની ઓળખ કરવામા આવશે. અત્યાર સુધી દેશમાં 3 લાખથી વધુ કેસ નોંધાયા છે અને 41 હજારથી વધુ લોકોના મોત થયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here