રશિયન મીડિયાનો ભાંડાફોડ, પુતિનના હતા કચરાવાળી સાથે હતા શારીરિક સંબંધ, મહિલા આજે કરોડોની માલિક

0
12

રશિયન મીડિયા Proekt ના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના એક મહિલા સફાઈ કર્મચારી સાથે સંબંધ છે. હવે આ મહિલા 700 કરોડ રૂપિયાથી વધુની માલિકન થઇ ચૂકી છે. જો કે સ્વતંત્ર રીતે આ રિપોર્ટની પુષ્ટિ થઇ નથી. પુતિનના પ્રવકતા એ આરોપોને ફગાવી દીધા છે.

Proekt મીડિયા રિપોર્ટના મતે સફાઈ કર્મચારી સાથે પુતિનના સંબંધથી એક પુત્રીનો પણ જન્મ થયો હતો. આ દીકરી હવે 17 વર્ષની થઈ ગઈ છે. આ રિપોર્ટને ધ મૉસ્કો ટાઇમ્સ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 68 વર્ષના પુતિનના સંબંધ સ્વેતલાના ક્રિવોનોગિખ નામની મહિલા સાથે રહ્યા છે. હવે આ મહિલા રશિયાના સેન્ટ પીટર્સબર્ગના પોશ વિસ્તારમાં રહે છે જે પુતિનના નજીકના લોકો માટે સલામત માનવામાં આવે છે.

રશિયન મીડિયાએ 17 વર્ષના એલિઝાવેતા ક્રિવોનોગિખને પુતિનની સિક્રેટ દીકરી ગણાવી છે. સગીર હોવાના લીધા એલિઝાવેતાના ચહેરાને બ્લર કરીને તસવીરોપ્રકાશિત કરી છે. તો Proekt એ ફેસ રેકૉગ્નિશન એક્સપર્ટને ટાંકીને કહ્યું છે કે પુતિન અને તેમની પુત્રીનો 70 ટકા ચહેરો મળે છે.

બ્રિટનની બ્રેડફોર્ડ યુનિવર્સિટીમાં વિઝ્યુઅલ કમ્પ્યુટિંગ સેન્ટરના ડિરેક્ટર પ્રોફેસર હસન ઉગૈલ કહે છે કે પુતિન અને તેમની કથિત દીકરીનો ચહેરો એટલો બધો મળતો આવો છે કે આ તારણ સુધી પહોંચી શકાય છે કે બંને એક બીજાથી જોડાયેલા છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એલિઝાવેતાનો જન્મ 2003માં થયો હતો. જો કે ત્યારે પુતિન લ્યુડમિલા શક્રેબનેવા સાથે પરણેલો હતો. બાદમાં બંને એ છૂટાછેડા આપી દીધા હતા.

Proekt મીડિયાએ દાવો કર્યો છે કે એલિઝાવેતાના જન્મના કાગળોમાં પિતાનું નામ નથી અને બસ વ્લાદિમીરોવના લખેલું છે. કથિત રીતે અલિઝાવેતા વર્ષોથી બદલાયેલા નામ સાથે જ જીવતી આવી છે.

એલિઝાવેતાની માતા સ્વેતલાના ક્રિવોનોગિખની ઉંમર 45 વર્ષની છે. પહેલાં તે સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી. બાદમાં તે એક કંપનીની માલકિન બની ગઇ. આ કંપનીના કેટલાક શેર પુતિન સાથે જોડાયેલા રોસિયા બેંકનો પણ છે. સાથો સાથ કેટલાંય શહેરોમાં સ્વેતલાના નામ પર મકાન છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્લાઇટ્સના ડેટા બતાવે છે કે સ્વેતલાના ક્રિવોનોગિખ એ ફ્લાઇટ્સમાં ઉડાન ભરતી આવી છે જેમાં પુતિન પણ સવાર થતા હતા. કહેવામાં આવે છે કે આ કથિત રિલેશનશિપ પાછલા દાયકાના અંતમાં તૂટી ગયા.

Proekt મીડિયાનું કહેવું છે કે સ્વેતલાનાએ શરૂઆતમાં વાત કરી પરંતુ બાદમાં મેસેજનો જવાબ આપ્યો નહીં. રિપોર્ટર્સે જ્યારે એલિઝાવેતા સાથે સંપર્ક કરવાની કોશિષ કરી તો તેણે તરત જ સોશિયલ મીડિયા પરથી પોતાની તસવીરો હટાવી દીધી.

તો પુતિન સાથે જોડાયેલા સંબંધિત વિવિધ સૂત્રોએ તેમના એ કથિત સંબંધો પર વાત કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે સ્થાનિક પત્રકારોની તરફથી સંપર્ક કરવામાં આવ્યો તો પુતિનના પ્રવકતાએ કથિત સંબંધના દાવાઓને સંપૂર્ણપણે નકારી દીધા.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here