Friday, March 29, 2024
Homeવર્લ્ડરશિયન સેનાની બર્બરતા : કીવમાં મળી સામૂહિક કબર, 900 મૃતદેહો હોવાનો અંદાજ

રશિયન સેનાની બર્બરતા : કીવમાં મળી સામૂહિક કબર, 900 મૃતદેહો હોવાનો અંદાજ

- Advertisement -

યુક્રેનની રાજધાની કીવમાં રશિયન સેનાની બર્બરતાનો પૂરાવો આપતી વધુ એક સામૂહિક કબર મળી આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યુ હતુ કે, જે વિસ્તારમાં કબર મળી છે ત્યાં રશિયન સેનાએ માર્ચમાં કબ્જો કરી લીધો હતો. કોઈ જાણતુ નથી કે આ વિસ્તારમાં કેટલા લોકોના મોત થયા છે. તેમણે કહ્યુ હતુ કે, પહેલા તપાસ કરવામાં આવશે અને પછી વસતી ગણતરી કરવામાં આવશે અને એ પછી આ વિસ્તારમાં કેટલા લોકો છે અને કેટલા ગાયબ છે તેની ખબર પડશે.

જોકે જે સામૂહિક કબર મળી છે તેમાં 900 લોકોના મૃતદેહ હોવાનુ અનુમાન થઈ રહ્યુ છે. જેલેન્સ્કીએ કહ્યુ હતુ કે, પાંચ લાખ યુક્રેનીયનોને રશિયામાં મોકલી દેવામાં આવ્યા છે. જોકે અમે અત્યાચાર કરનારા તમામ રશિયન સૈનિકોને શોધીને તેમના પર કેસ ચલાવીશું. બુચામાં અત્યાચાર કરનારા દસ રશિયન સૈનિકોની ઓળખ થઈ છે. બુચાના મેયરે 23 એપ્રિલે કહ્યુ હતુ કે, બુચામાં મળેલી સામૂહિક કબરમાં 412 લોકોના શબ મળ્યા હતા. આ પહેલા મારિયુપોલ શહેરના બહારના વિસ્તારમાં પણ 3 સામૂહિક કબરો મળી આવી હતી અને તેમાં હજારો નાગરિકોના મૃતદેહ હોવાનુ કહેવાયુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular