Monday, December 5, 2022
Homeવિશ્વઆંતરરાષ્ટ્રીય : યુક્રેનની રાજધાની કીવ પર રશિયન મિસાઇલોનો હુમલો

આંતરરાષ્ટ્રીય : યુક્રેનની રાજધાની કીવ પર રશિયન મિસાઇલોનો હુમલો

- Advertisement -

યુક્રેનની રાજધાની કીવ પર રશિયન મિસાઇલોનો હુમલો
ફરી એક વાર રશિયાએ યુક્રેનની રાજધાની કીવને બનાવ્યુ નિશાન
3 ના મોત જયારે 3 લોકો ઈજાગ્રસ્ત હોવાની મળી માહિતી

રશિયા- યુક્રેન વચ્ચે ચાલુ થયેલ યુદ્ધ બંધ થવાનું નામ ન લેતું હોય તેમ રશિયા યુક્રેન પર સતત હુમલાઓ કરી રહ્યું છે. એકવાર ફરી રશિયાએ યુક્રેનની રાજધાની કીવને નિશાન બનાવી હતી. રશિયા દ્વારા કીવના ઘણા શહેરો પર હુમલા કરવામાં આવ્યા હતા. યુક્રેનની રાજધાની કીવમાં બુધવારે રશિયન મિસાઈલ હુમલા દ્વારા 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા, જયારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા. રશિયન હુમલાના પગલે કીવ સહીત આખા યુક્રેનમાં હવાઈ હુમલાની ચેતવણી સાઇરન દ્વારા જાહેર કરવામાં આવી હતી. અધિકારોએ રશિયન હુમલા પછી કીવ અને પાડોસી મોલ્ડોવા સહીત ઘણા યુક્રેની શહેરોમાં પાવર આઉટેજની જાણ કરવામાં આવી હતી. યુક્રેનના વિદેશમંત્રી, દમિત્રો કૂલેબાએ યુક્રેનમાં તાજેતરમાં થયેલ રશિયન હુમલા પછી આપણા દેશને “શક્ય તેટલી વહેલી તકે તમામ જરૂરી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ” પ્રાપ્ત કરવાનું કહેવામાં આવ્યું હતું. જયારે કૂલેબાએ ટ્વીટ્ટ કરીને કહ્યું હતું કે, મોસ્કોએ કીવ અને અન્ય યુક્રેની શહેરોને નિશાન બનાવવા માટે નવી મિસાઇલોનો આતંક શરું કર્યો છે. આ સિવાય રશિયાના ટાર્ગેટ પર યુક્રેનના એટોમિક પાવર સ્ટેશન વાળા શહેરો પણ છે. એના પર પણ રશિયા હુમલાઓ કરવાનું બંધ કરતું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular