Saturday, April 20, 2024
Homeહિટલરના ગમતા મગરને સજાવીને રાખશે રશિયાનું મ્યુઝિયમ, મે મહિનામાં મૃત પામ્યો હતો
Array

હિટલરના ગમતા મગરને સજાવીને રાખશે રશિયાનું મ્યુઝિયમ, મે મહિનામાં મૃત પામ્યો હતો

- Advertisement -

મોસ્કોનું ઐતિહાસિક ડાર્વિન મ્યુઝિયમમાં એક મગરના મોત પછી પણ તેને સજાવીને રાખવામાં આવી રહ્યો છે. 84 વર્ષના એ એલિગેટરનું મોત આ વર્ષે મે મહિનામાં મોસ્કોના ઝૂમાં થયું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે મગર તાનાશાહ હિટલરનો હતો. જેનું નામ સૈટર્ન હતું.

બ્રિટિશ સૈનિકોને મળ્યો હતો સૈટર્ન

સેકન્ડ વર્લ્ડ વોર પછી બ્રિટનના સૈનિકોને બર્લિનમાં આ એલિગેટર મળ્યો હતો. ત્યારપછી રશિયન સેનાને સોંપી દેવાયો હતો. 1946માં તેને મોસ્કો લોવવામાં આવ્યો અને અહીંયાના પક્ષીઘરમાં રાખવામાં આવ્યો. લગભગ 60 વર્ષ સુધી લોકો સૈટર્નને જોતા હતા. મે મહિનામાં તેનું મોત થઈ ગયું અને તેની ત્વચાને ડાર્વિન મ્યુઝિયમને સોંપી દેવાઈ હતી. અહીંયાના સ્પેશિયાલિસ્ટે તેની પર કામ કર્યુ. કોવિડ-19નો પ્રતિબંધ હટાવ્યા પછી પણ જ્યારે સ્થિતિ સામાન્ય થશે અને આ મ્યુઝિયમ ફરી ખુલશે તો લોકો મૃત એલિગેટર સૈટર્નને જોઈ શકશે.

ડાર્વિન મ્યુઝિયમમાં સૈટર્નને નવું રૂપ આપી રહેલ સ્પેશ્યાલિસ્ટ
ડાર્વિન મ્યુઝિયમમાં સૈટર્નને નવું રૂપ આપી રહેલ સ્પેશ્યાલિસ્ટ

 

બર્લિનના ઝૂમાં પણ રહ્યો હતો સૈટર્ન

સૈટર્ન નાજી શાસનકાળ દરમિયાન બર્લિનના ઝૂમાં પણ રહ્યો હતો. કહેવામાં આવે છે કે હિટલર પાસે જેટલા પાલતું પ્રાણી હતા,તેમાં સૈટર્ન પણ એક હતો. રશિયાના લેખક બોરિસ એકુનિન પણ આ જ દાવો કરે છે. મોસ્કો ઝૂના અધિકારી દિમિત્રી વેસેલિએવ કહે છે કે આમાં કોઈ શંકા નથી કે આ એલિગેટર હિટલરને ખુબ જ ગમતો હતો.

સૈટર્નનો જન્મ 1936માં મિસિસિપીના જંગલોમાં થયો હતો. તેને પકડ્યાં પછી બર્લિનના ઝૂમાં લાવવામાં આવ્યો હતો. 1943માં બર્લિન પર બોમ્બ ઝીંકાયા અને ત્યારપછી સૈટર્ન ગુમ થઈ ગયો. ત્રણ વર્ષ પછી તેને બ્રિટિશ સૈનિકોએ શોધ્યો. માનવામાં આવે છે કે આ દરમિયાન કોઈ બેઝમેન્ટ, અંધારા ખૂણા અથવા સીવેજ ડ્રેન્સમાં સંતાયો હતો.

કોરોના અટક્યાં પછી જ્યારે પણ મ્યુઝિયમ ખુલશે તો લોકો હિટલરને ગમતો મગર જોઈ શકશે.
કોરોના અટક્યાં પછી જ્યારે પણ મ્યુઝિયમ ખુલશે તો લોકો હિટલરને ગમતો મગર જોઈ શકશે.

 

મગરના આંસુ

1990ના દાયકમાં સોવિયત સંઘનું પતન થયું. એક દેશ ઘણા ભાગમાં વહેંચાઈ ગયો. રશિયાની પાર્લામેન્ટ પર બોમ્બ ઝીંકાયા. કહેવામાં આવે છે કે આ દરમિયાન સૈટર્નન આંખોમાં પણ આંસુ હતા. કદાચ એટલા માટે જ તેને 1943માં બર્લિન પર ઝીંકાયેલા બોમ્બની ઘટના યાદ આવી ગઈ હતી. મ્યુઝિયમના ડાયરેક્ટર દિમિત્રી વેસેલિએવે જણાવ્યું કે, આ રશિયાના એલિગેટરનો બીજો જન્મ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular