હિઝબુલને ઠાર કરનારા એસ. એન. શ્રીવાસ્તવને દિલ્હીની સ્થિતી સંભાળવાની જવાબદારી સોંપાઈ , કોણ છે આ શ્રીવાસ્તવ

0
14

દિલ્હીના સ્પેશ્યલ કમિશનર તરીકે એસ. એન. શ્રીવાસ્તવને ચાર્જ સોંપાયો છે. CRPFના સ્પેશિયલ DG તથા AGMUT કેડરના IPS શ્રીવાસ્તવને દિલ્હીનો કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આ શ્રીવાસ્તવ કોણ છે અને કેમ તેમને દિલ્હીના સ્પેશિયલ કમિશનર બનાવવામાં આવ્યાં છે.

  • 1985 બેચમાં AGMUT કેડરના IPS બન્યા હતા શ્રી વાસ્તવ
  • ઘાટીમાં હિઝબુલનો ખાત્મો બોલાવવામાં જાણીતા હતા
  • શ્રીવાસ્તવે સુરક્ષા એજન્સી અને રાજ્યના પોલીસ અધિકારી સાથે કરી બેઠક

સ્પેશિયલ DG તરીકે જમ્મૂ-કશ્મીરમાં ઓપરેશન ઓલ-આઉટ હાથ ધર્યું હતુ

દિલ્હીનાં હિંસાને કારણે કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે . આવા સંજોગોમાં સ્થિતિને કંટ્રોલ કરવા માટે દિલ્હીના સ્પેશિયલ કમિશ્નર તરીકે એસ.એન.શ્રીવાસ્તવને ચાર્જ સોંપાયો છે. એસ. એન. શ્રીવાસ્તવ CRPFના સ્પેશિયલ DG હતા. તેમણે CRPFના સ્પેશિયલ DG તરીકે જમ્મૂ-કશ્મીરમાં ઓપરેશન ઓલ-આઉટ હાથ ધર્યું હતુ.

શ્રીવાસ્તવ NO-NONSENSE વાળા એટીટ્યૂડ માટે જાણીતા છે

શ્રી વાસ્તવ 1985 બેચમાં AGMUT કેડરના IPS બન્યા હતા. તેઓ જમ્મુ કાશ્મીરની ઘાટીમાં હિઝબુલનો ખાત્મો બોલાવવા તરીકે જાણીતા હતા. વર્ષ 2017માં તેમણે ઘાટીમાં આતંકવાદી વિરોધી અભિયાન હાથ ધર્યુ હતું. શ્રીવાસ્તવ NO-NONSENSE વાળા એટીટ્યૂડ માટે જાણીતા છે.

શ્રીવાસ્તવને તાત્કાલિક પદ ગ્રહણ કરવાના આદેશ અપાયા

દિલ્હીની સ્થિતિને જોતા શ્રીવાસ્તવને તાત્કાલિક પદ ગ્રહણ કરવાના આદેશ અપાયા છે. શ્રીવાસ્તવે દિલ્હીની સ્થિતિને મુદ્દે સુરક્ષા એજન્સી અને રાજ્યના પોલીસ અધિકારી સાથે બેઠક કરી હતી. શ્રીવાસ્તવને 30 જૂન 2021 સુધી દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે.